September 23, 2020
September 23, 2020

રાજ્યમાં વાહનોના PUC રેટમાં સરકારે કર્યો વધારો, જાણો નવા ભાવ

સરકારે પીયૂસીના દરમાં વધારો કરી વાહનચાલકોને મોટો ઝટકો આપ્યો છે. વાહનોના PUC ના દરમાં ગુજરાત સરકારે વધારો કર્યો છે. તમામ પ્રકારના વાહનોના PUC સર્ટિફિકેટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. ટુ વ્હીલર, ત્રણ પૈડાના વાહનો, લાઈટ મોટર વ્હીકલ તથા મીડિયમ અને હેવી વાહનો માટે પીયુસીના રેટમાં વધારો કરવામાં આવ્યો છે. 

  • ટુ વહીલર (મોપેડ) ના દર 20 થી વધારી 30 કરાયા
  • ત્રણ પૈડાના વાહનોના દર 25 થી વધારીને 60 કરાયા
  • મીડિયમ અને હેવી વાહનો (ડીઝલ કાર સહિત ટ્રાન્સપોર્ટ વાહનો )ના દર 60 થી વધારીને 100 રૂપિયા કરાયા

ટુ વ્હીલરના દર 20માંથી 30 રૂપિયા કરી દીધા છે. જ્યારે ફોર વ્હિલરનો દર 50માંથી 80 રૂપિયા કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે મોંધવારી, કોરોનાની મહામારી અને પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારામાં સામાન્ય પ્રજા પિસાઈ રહી છે. ત્યારે વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો આવ્યો છે. 

 105 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર