25 એરપોર્ટને પ્રાઇવેટ કરીને આ રીતે કમાણી કરવાનો સરકારનો નવો પેંતરો

ગુજરાતના આ એરપોર્ટનું નામ પણ સામેલ….

દેશ-વિદેશમાં કોરોના મહામારીની સૌથી વધુ અસર એવિએશન સેક્ટરને થઈ હતી પરંતુ હવે કોરોના હળવો થતા દેશમાં છેલ્લા થોડા સમયથી હવાઈ સફર કરનારની સંખ્યા વધી ગઈ છે. દેશના ઘરેલુ એર ટ્રાફિકમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે નવેમ્બરમાં 1.05 કરોડ લોકોએ હવાઈ સફર કર્યો છે. વર્ષમાં આ સંખ્યા 64 ટકાથી વધારે છે. ઓક્ટોબરમાં આ સંખ્યા લગભગ 90 લાખ અને સપ્ટેમ્બરમાં 70 લાખ હતી.

હવે ખબર તો એ છે કે હવાઈ યાત્રીઓની આ મોટી સંખ્યાએ સરકાર માટે કમાણીનો એક નવો રસ્તો ખોલી દીધો છે. સરકારે નેશનલ મોનેટાઈઝેશન પ્લાનમાં 25 એકપોર્ટ્સને શામેલ કર્યા છે.

શું છે સરકારનો નવો પ્લાન?
આવતા ત્રણ વર્ષમાં 25 એરપોર્ટ ખાનગી હાથનાં જતા રહેશે. આ એરપોર્ટ્સની પસંદગી વાર્ષિક ટ્રાફિક અને સૂચિત મૂડી ખર્ચ યોજનાના આધારે કરવામાં આવ્યો છે.

આ એરપોર્ટમાં ભુવનેશ્વર, વારાણસી, ઈન્દૌર, રાયપુર, નાગપુર, પટના, સુરત, ચેન્નાઈ, ભોપાલ અને દહેરાદૂન વગેરે શામેલ છે. તેમાં અમૃતસર, વારાણસી, ભુવનેશ્વર, ઈંદૌર, રાયપુર અને ત્રિચી એરપોર્ટને બ્રાઉનફીલ્ડ પીપીપી મોડલ પર મોનટાઈઝ્ડ કરવામાં આવશે.

નાણાકીય વર્ષ 2022-23માં કાલીકટ, કોયમ્બટૂર, નાગપુર, પટના, મદુરઈ, રાંચી અને જોધપુર એરપોક્ટથી બચાવશે. ત્યાર બાદ નાણાકીય વર્ષ 2023-24માં ચેન્નાઈ, વિજયવાડા, તિરૂપતિ, વડોદરા, ભોપાલ અને હુલબી એરપોર્ટનો નંબર આવશે. સૌથી છેલ્લે ઈમ્ફાલ, અગરતલા, ઉદયપુર, દેહરાદૂન અને રાજામુન્દ્રી એરપોર્ટનું ખાનગી કરણ કરવામાં આવશે.

આ કારણે સરકાર ભરી રહી છે આ પગલું
હકીકતે કોરોના મહામારીએ ગયા વર્ષે 137માંથી 133 એરપોર્ટ્સને ભારે નુકસાનમાં ધકેલી દીધા હતા. મોટાભાગના એરપોર્ટ્સ ગયા ત્રણ નાણાકીય વર્ષથી સતત નુકસાનમાં છે.

સરકારના આ નિર્ણયનો તમારા પર પણ અસર પડતો જોવા મળશે. પ્રાઈવેટ કંપનીઓ સારી સર્વિસ માટે તમારી પાસે પૈસા વસુલશે. એટલે કે હવાઈ ટિકિટમાં એરપોર્ટ ચાર્જીસનો ભાગ વધી જશે. એરપોર્ટના ખાનગીકરણના ત્રીજા ચરણ હેઠળ લગભગ 10 એરપોર્ટ માટે એવોર્ડ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

 183 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી