તેલ સ્ટોકને લઈ સરકારે લીધો મહત્વનો નિર્ણય

ખેડૂત સંગઠોનાની રજૂઆત સરકારે ધ્યાને લીધી

રાજ્યમાં ઓઈલ સ્ટોકનો નવો નિયમ લાગુ કરવા મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવી ગયો છે. રાજ્ય સરકાર હાલમાં ઓઈલ સ્ટોક કરવા અંગે વેપારીઓને કોઈ પણ પ્રકારની છૂટછાટ આપશે નહીં. કિસાન સંઘ સહિતના ખેડૂત સંગઠનો દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે સરકારે આ દિશામાં વિચારવાનું હાલ પૂરતુ મોકૂફ રાખ્યું છે.

તેલના સ્ટોક પર નિયંત્રણ લાદવાથી વેપારીઓ દ્વારા થતી મગફળી, કપાસ અને સોયાબીનની ખરીદી પર અસર પડી શકે તેમ છે. જેના કારણે ગુજરાતમાં થતી મગફળી, કપાસ અને સોયાબીનના વિપુલ ઉત્પાદનથી ખેડૂતોને નુકસાન થવાની ભીતિને લઈ સરકાર આ નિર્ણય લીધો છે. તેલના સ્ટોક નિયંત્રણથી ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. મગફળીના વેચાણ બાદ તેલનો સ્ટોક નક્કી કરવામાં આવે તેવી વિચારણા સરકારમાં ચાલી રહી છે.

હાલમાં ખેડૂતોને મગફળીના ટેકાના ભાવ કરતા વધારાના ભાવ બજારમાં મળી રહ્યાં છે. તે ઉપરાંત હવે કપાસની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. જેનાથી સ્ટોક નિયંત્રણથી વેપારીઓ ખરીદીની માત્રા ઘટાડી શકે છે. જેથી ખેડૂતોને ભાવ ઓછા મળી શકે છે. કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદાઓ અંતર્ગત તેલ સ્ટોક મુદ્દે નિર્ણય લેવા માટે રાજ્ય સરકારોને સત્તા આપી છે. ગુજરાત સરકાર દ્વારા આ અંગે ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કિસાન સંઘ સહિતના યુનિયનોએ રાજ્ય સરકાર આ અંગે વિચારણા નહી કરવા માટે રજૂઆત કરી હતી.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી