September 20, 2021
September 20, 2021

ટેલિકોમ સેક્ટરમાં સરકાર પ્રાણવાયુ ફુંકશે..!

કેબિનેટ બેઠકમાં રાહત પેકેજની જાહેરાતની સંભાવના

દેવાના ડુંગર તળિયે દબાયેલા ટેલિકોમ સેક્ટર માટે ટુંક સમયમાં સરકાર દ્વારા રાહતના સમચાર આવી શકે છે. આવતી કાલે કેબિનેટ બેઠકમાં સરકાર ટેલિકોમ સેક્ટરની ભલામણો માટે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.

જો સરકાર રાહત પેકેજની જાહેરાત કરશે તો ખાસ કરીને વોડાફોન આઈડિયાને વધુ ફાયદો થશે. જણાવી દઇએ, વોડાફોન આઈડિયા ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. ફંડ મેળવવાના તેના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. તેના ગ્રાહકોની સંખ્યા સતત ઘટી રહ્યા છે. કામકાજ ચાલુ રાખવા માટે પણ તેની પાસ પૂરતા રૂપિયા નથી. તેણે સરકારને એજીઆરની મોટી રકમ ચૂકવવાની છે. 31 ઓગસ્ટ, 2018માં વોડાફોન આઈડિયા અને આઈડિયા સેલ્યુલરનું વિલનીકરણ થયું હતું. ત્યારથી આ કંપની સતત ખોટમાં છે. તેના પર 1.8 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

ટેલિકોમ મંત્રી અને કુમાર મંગલમ બિરલાની બેઠક બાદ શેરમાં ઉછાળો

અઠવાડિયા પહેલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવને મળ્યાના સમાચારો વચ્ચે વોડાફોન આઈડિયાના શેરના ભાવમાં ઉછાળો આવ્યો હતો. ટેલિકોમ મંત્રી સાથે કુમાર મંગલમ બિરલાની આ બેઠક એવા સમયે યોજાઇ હતી, જ્યારે સરકાર ટેલિકોમ ક્ષેત્ર માટે રાહતનાં પગલાં લેવાની તૈયારી કરી રહી છે. કુમાર મંગલમ બિરલાએ અશ્વિની વૈષ્ણવ સાથે ટેલિકોમ ક્ષેત્રની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. તેમણે સરકારને આ ક્ષેત્રની સ્થિતિ સુધારવા માટે પગલાં લેવા અપીલ કરી હતી. જો કે આ બેઠક બાદ શેરબજારમાં રેકોર્ડ તેજી વચ્ચે વોડાફોન આઈડિયાના શેરમાં ચાલુ સપ્તાહે બમ્પર તેજી નોંધાઈ છે. 

 66 ,  1