September 23, 2021
September 23, 2021

ગુનેગારોના પૈસા ગરીબોમાં વહેંચશે સરકાર

શિવરાજ સરકાર લાવી રહી છે નવો કાયદો

મધ્યપ્રદેશ સરકાર નવો કાયદો લાવવાની તૈયારીમાં છે. આ કાયદામાં ગુનેગારોના પૈસા અને મિલકત ગરીબોમાં વહેચવામાં આવે તેવી જોગવાઈ હશે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, આ કાયદો ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર એક્ટ કરતા પણ વધુ કડક બની શકે છે.

નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, ગૃહ અને કાયદા વિભાગે આ બિલ પર સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું છે. આ બિલમાં કેસોના ઝડપી નિકાલ માટે અમે વિશેષ અદાલતોની સ્થાપના કરીશું અને સાક્ષીઓની સુરક્ષા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવશે.

નરોત્તમ મિશ્રાએ ઉમેર્યું કે, ગુનેગારોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનારાઓ માટે આ બિલમાં સજાની જોગવાઈ પણ કરવામાં આવશે. અમે ગુનેગારોની જપ્ત કરેલી રકમ અને મિલકત ગરીબોમાં વહેંચવાની જોગવાઈ પણ અમે લાવી રહ્યા છીએ.

મધ્યપ્રદેશ સરકાર સતત ગુનેગારો સામે આકરી બની રહી છે. તેની સાબિતી તાજેતરની એક ઘટનામાંથી મળે છે. એક વાયરલ વીડિયો સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિને ઝાડ સાથે બાંધીને મારવામાં આવ્યો જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ પછી મધ્યપ્રદેશ સરકારે ગુનેગારોના ઘર પર બુલડોઝર ચલાવ્યું અને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જેઓ સુધરતા નથી તેમની સાથે પણ આવું જ થશે. મધ્યપ્રદેશમાં આત્યારસુધી 500 જેટલા ગુનેગારોના ઘર પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યા છે.

 44 ,  2