PM મોદીના 4 કલાકના પ્રવાસ માટે અધધ.. 23 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે સરકાર

લોકોને ભેગા કરવા માટે 13 કરોડ વાપરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડા આદિવાસી સંમેલનમાં ભાગ લેવા માટે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી ભોપાલમાં ચાર કલાક રોકાશે. તે જ સમયે, જંબોરી મેદાનમાં યોજાનાર કાર્યક્રમમાં, વડા પ્રધાન 1 કલાક 15 મિનિટ માટે મંચ પર રહેશે. આ કાર્યક્રમો પાછળ રાજ્ય સરકાર રૂ. 23 કરોડનો ખર્ચ કરશે. આદિવાસીઓના બેસવા માટે મોટા પંડાલ પણ બનાવવામાં આવ્યા છે. તેમાં પડદા નાખવામાં આવી રહ્યા છે. એક અઠવાડિયાથી 300 થી વધુ કામદારો આ કામમાં રોકાયેલા છે. આ કાર્યક્રમ માટે રાજ્ય સરકાર રૂ. 23 કરોડનો ખર્ચ કરી રહી છે ચોંકાવનારી વાત એ છે કે, 13 કરોડ રુપિયા માત્ર જંબોરી મેદાનમાં યોજાનાર કાર્યક્રમમાં જ ખર્ચાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ સિવાય મુખ્ય મંચ પર કેટલાક નેતાઓ જ બેસશે.

ભગવાન બિરસા મુંડાની જયંતિના અવસરે 15 નવેમ્બરના રોજ મધ્ય પ્રદેશ આદિવાસી ગૌરવ દિવસ તરીકે મનવામાં આવશે. આ આખો કાર્યક્રમ આદિવાસીઓને સમર્પિત કરવાના છે. આ અવસર પર પ્રધાનમંત્રી મોદી પણ ભોપાલ જવાના છે અને જાહેર સભાને સંબોધન કરશે. તો વળી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપથી બનેલા પ્રથમ રેલ્વે સ્ટેશન હબીબગંજનું પણ ઉદ્ધાટન કરશે.

કેન્દ્રીય કેબિનેટે નિર્ણય કર્યો છે કે, 15થી 22 નવેમ્બર સુધીનો સમય આદિવાસી ગૌરવ સપ્તાહ તરીકે મનાવામાં આવશે. તો વળી ભોપાલના જંબોરી મેદાનમાં પ્રધાનમંત્રી મોદીનું ભાષણ સાંભળવા માટે આખા મધ્ય પ્રદેશમાંથી લગભગ 2 લાખ જેટલા આદિવાસીઓને બોલાવામાં આવ્યા છે. આ મેદાનને આદિવાસી કલાથી સુશોભિત કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, 13 કરોડ રૂપિયા લાવવા લઈ જવામાં, ભોજનમાં અને લોકોને રોકવા માટે ખર્ચ કરવામાં આવશે. લોકોને રોકાવા માટે પાંચ ડોમ બનાવામાં આવી રહ્યા છે. તેને બનાવામાં, સજાવટ કરવામાં અને પ્રચાર માટે 9 કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં 47 વિધાનસભા સીટ આદિવાસીઓની અનામત છે. વર્ષ 2008માં ભાજપે અહીં 29 સીટ પર જીત નોંધાવી હતી. 2013માં આ આંકડો વધીને 31 થઈ ગયો હતો, પણ 2018માં ફરીથી ભાજપ અહીં 16 સીટમાં સમેટાઈ ગઈ હતી. તેથી આ વખતે ભાજપ કોઈ કસર છોડવા માગતું નથી.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી