જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલાની નજરબંધી સાથે તેમને કોઈ લેવા-દેવા નથી. મલિકે કહ્યું છે કે, પીડીપી નેતા મુફતી અને નેશનલ કોન્ફરન્સ નેતા ઉમરની નજરબંધીનો નિર્ણય પોલીસ પ્રશાસનનો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મલિકે બંને નેતાઓ પરથી સશર્ત નજરબંધી હટાવવા માટે વાત કરી હતી.
ત્યારપછી રાજભવન તરફથી નિવેદન આપીને ખુલાસો કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ કોઈ પણ વ્યક્તિને નજરબંધીથી છોડાવવાના મામલામાં સામેલ નથી. આ નિર્ણય સંપૂર્ણ રીતે સ્થાનિક પોલીસ પર આધારિત છે. રાજ્યપાલે કોઈપણ નેતાનો આ મામલે સંપર્ક કર્યો નથી. મીડિયામાં જે પ્રમાણે વાતો કરવામાં આવી રહી છે તે સંપૂર્ણ રીતે ખોટી અને આધાર વગરની છે.
27 , 1