મોહન ડેલકરના પત્ની કલાબેનનો ભવ્ય વિજય

દાદરા નગર લોકસભા પેટાચૂંટણી : ભાજપના ગાવિતનો પરાજય

દેશમાં વિવિધ રાજ્યોની વિવિધ કારણો સર ખાલી પડેલ 29 વિધાનસભા અને 3 લોકસભા સીટ પર 30 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી યોજાઈ હતી જેનું આજે પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં ખાસ કરીને ભાજપને ફટકો પડ્યો છે. દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર અને પૂર્વ દિવંગત સાંસદ મોહન ડેલકરની પત્ની કલાબેન ડેલકરનો ભવ્ય વિજય થયો છે. કલાબેન ડેલકર મોહન ડેલકરના પત્ની છે. મોહન ડેલકરે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. કલાબેન ડેલકરે ભાજપના મહેશ ગાવિતને 47,447 મતથી પરાજય આપીને દાદરા નગર હવેલીની બેઠક ઝડપી હતી. 22 રાઉન્ડની મતગણતરી બાદ કલાબેનને 1,12,741 મત તો તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતને 63, 382 મતો મળ્યાં હતા. 30 ઓક્ટોબરે દાદરા નગર હવેલીની બેઠક માટે મતદાન યોજાયું હતું.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરા અને નગર-હવેલીની લોકસભાની પેટાચૂંટણી 30 ઓક્ટોબરના રોજ યોજાઇ હતી, જેની આજે મતગણતરી થઈ હતી. જેમાં શિવસેનાના ઉમેદવાર અને પૂર્વ સાંસદ મોહન ડેલકરનાં પત્ની કલાબેન ડેલકરનો 51 હજાર કરતા વધુ મતથી વિજય થયો છે. આ પેટાચૂંટણીમાં ચાર ઉમેદવાર લોકસભાની ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. જોકે ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત અને શિવસેનાનાં ઉમેદવાર કલાબેન ડેલકર વચ્ચે સીધો મુકાબલો હતો. સેલવાસના કરાડ સ્થિત પોલિટેક્નિક કોલેજમાં સવારે 08:30 કલાકથી મતગણતરી શરૂ થઈ હતી. અંદાજે બપોર 3 વાગ્યા સુધી મતગણતરી પૂર્ણ થઇ જશે. દાનહની લોકસભા સીટ પર મોહનભાઈ ડેલકર બે વાર હાર્યા પછી સાતમી વખત લોકસભા સીટ પર ઐતિહાસિક જીત નોંધાવી હતી.

સંઘપ્રદેશ દાદરા અને નગર-હવેલીના સાંસદ મોહન ડેલકરે ગત ફેબ્રુઆરી માસમાં મુંબઈની એક હોટલમાં આત્મહત્યા કરી લીધી હતી, જેથી દાદરા અને નગર-હવેલીની લોકસભા સીટ પર પેટાચૂંટણી કરવી પડી હતી. લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપના અનેક કેન્દ્રીય મંત્રી તેમજ ગુજરાત તથા મહારાષ્ટ્રના નેતાઓ મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારના પ્રચાર માટે દાનહમાં પધાર્યા હતા.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી