અમદાવાદ : ખમાસા ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસની દાદાગીરી, બેરહેમીથી યુવકને માર્યો માર

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં જવાન વિરૂદ્ધ દાખલ થઈ ફરિયાદ

અમદાવાદમાં દંડના નામે ખોટી રીતે પૈસા ઉઘરાવતી ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી છે. ખમાસા ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ જવાને એક યુવકને બેરહેમીથી માર માર મારી તેમજ બિભત્સ ગાળો આપી હાવોની ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. વર્ધીને બદનામ કરે તેવું જવાને કામ કર્યું છે. હાલ આ મામલે પોલીસે ટ્રાફિક જવાન વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

વાહનની પીયૂસી એક્સપાયર થઈ જતા યુવક દંડ ભરવા તૈયાર હતો. યુવક પાસે દંડ (PUC Charge)ના 1,500 રૂપિયા ન હોવાથી 500 રૂપિયા આપીને અન્ય રૂપિયા સંબંધીના ઘરેથી મંગાવી આપવાનું કહેતા ટ્રાફિક પોલીસે ચાલક સાથે ગેરવર્તણૂક કરી હતી. એટલું જ નહીં, વાહન ચાલકને લાફા મારીને ગુપ્ત ભાગે લાત મારી હતી. સમગ્ર બાબતને લઈને પોલીસને જાણ કરવામાં આવતા હવેલી પોલીસે તપાસ શરૂ કરી છે.

મૂળ સાણંદમાં રહેતા ગોધાવી ગામના આકાશભાઈ વાઘેલા હાલ બોપલ ખાતે તેના પરિવાર સાથે રહે છે. તેઓ એક ખાનગી એજન્સીમાં ઓનલાઇન પરીક્ષા સેન્ટરમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ગઇકાલે તેઓ તેમના પરિવારના સભ્યો સાથે સંબંધીના ઘરે ભુવલડી ખાતે સગાઈના પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી સાંજે તેઓ પરત આવતા હતા ત્યારે આસ્ટોડિયા દરવાજાથી નીકળી ઘર તરફ જઈ રહ્યા હતા. આકાશભાઈ ખમાસા ચાર રસ્તા આવતા તેઓને ખમાસા ચાર રસ્તા પાસે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ રોક્યા હતા.

અમદાવાદ નજીક આવેલા આણંદ જિલ્લાના ગોધાવી ગામના આકાશભાઈ વાઘેલા હાલ બોપલ ખાતે તેના પરિવાર સાથે રહે છે. તેઓ એક ખાનગી એજન્સીમાં ઓનલાઇન પરીક્ષા સેન્ટરમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ગઇકાલે તેઓ તેમના પરિવારના સભ્યો સાથે સંબંધીના ઘરે ભુવલડી ખાતે સગાઈના પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી સાંજે તેઓ પરત આવતા હતા ત્યારે આસ્ટોડિયા દરવાજાથી નીકળી ઘર તરફ જઈ રહ્યા હતા. આકાશભાઈ ખમાસા ચાર રસ્તા આવતા તેઓને ખમાસા ચાર રસ્તા પાસે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ રોક્યા હતા.

કર્મચારીએ આકાશભાઈને લાફા માર્યા હતા અને આકાશભાઈના ગુપ્ત ભાગે પણ લાત મારી હતી. જે બાદમાં અકાશભાઈએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. આકાશભાઈ તેમના પિતાને આ બાબતે જાણ કરતાં તેમના પિતાએ કંટ્રોલરૂમમાં ફોન કરી પોલીસ બોલાવી હતી.

દરમિયાન આકાશભાઈને ગુપ્ત ભાગે માર વાગ્યો હોવાથી દુઃખાવો થતાં તેઓને સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગાયકવાડ હવેલી પોલીસે સિવિલ હૉસ્પિટલ પહોંચી આકાશભાઈના નિવેદન બાદ અજાણ્યા ટ્રાફિક પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

 79 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર