કોરોનાની વધતી અસર ચૂંટણી પર પણ દેખાઈ, રાજ્યસભાની ચૂંટણી રદ્દ કરાઈ

વિશ્વમાં ચાલી રહેલા કોરોના ના હાહાકાર ને ની અસર વિશ્વના 177 દેશોમાંના એક ભારત માં પણ જોવા મળી રહી છે.રાજ્યના દરેક શહેરોમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ભીડભાડ વાળી જગ્યા પર પણ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે .

સાથે સાથે સરકાર દ્વારા લોકોને ઘરમાં જ રહેવા માટે આદેશ કરવામાં આવ્યા છે. માસ્ક પહેરવાની સુચાનાંઓ આપવામાં આવી છે. કોરોના વાયરસના પગલે લોકોને એકઠા થવાની મનાઈ હોવાથી ચૂંટણીપંચ દ્વારા નોટીફીકેશન બહાર પાડીને આગામી દિવસોમાં યોજાનારી તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણીની સાથે સાથે આગામી 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચુંટણી પણ રદ્દ કરવામાં આવી છે.

રાજ્યસભાની કુલ 55 બેઠકોની સમય મર્યાદા પૂર્ણ થતાં કેન્દ્રીય ચૂંટણીપંચે આ ખાલી પડતી બેઠકો માટે પેટાચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. 26મી માર્ચે ગુજરાત સહિત કુલ 17 રાજ્યોમાં રાજ્યસભાની પેટાચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાતમાં પણ રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી . જે તાજેતરમાં ચાલી રહેલા કોરોના ના ભરડાને કારણે મોકૂફ રાખવામાં આવી છે.

હાલમાં કોરોના વાયરસ જે પ્રકારે દેશભરમાં વધી રહ્યો છે એ જોતાં ચૂંટણીપંચે આ નિર્ણય લીધો છે. ગુજરાતે પણ ચૂંટણી રદ કરવા માટે ચૂંટણીપંચને અપીલ કરવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાવાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચાર બેઠકો માટે 26 માર્ચની રાજ્યસભાની ચૂંટણી મુલતવી રાખવા માટે ચૂંટણી પંચને વિનંતી કરી હતી. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા બજેટ સત્ર રદ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 33 સકારાત્મક કેસ સાથે એક મૃત્યુ નો કેસ પણ નોંધાયો છે. “ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણી અંગે મહત્વનો નિર્ણય લીધો હતો.

 31 ,  1