GST કાઉન્સિલે આ વસ્તુને લઈને રેટમાં કર્યા ફેરફાર

ચેક કરો સંપૂર્ણ લિસ્ટ

ગઈકાલે શુક્રવારે લખનઉમાં મળેલી નાણામંત્રી નિર્માલ સીતારમણના અધ્યક્ષ હેઠળ મળેલી GST કાઉન્સિલની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયોનું એલાન કર્યુ છે. આમાં કોરોના વાયરસથી બચાવની દવાઓ પર GSTથી છૂટ વધારીને 31 સપ્ટેમ્બર 2021 કરી દેવામાં આવી. જો કે પેટ્રોલ- ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તેમણે કહ્યું કે હાલ તેનો યોગ્ય સમય નથી.


રેલવે પાર્ટ્સ અને લોકોમોટિવ પર GST 12 ટકાથી વધીને 18 ટકા કરી દેવામાં આવી છે
બાયોડીઝલ પર GST 12 ટકાથી ઘટીને 5 ટકા કરી દેવામાં આવી
દિવ્યાંગ જે પ્રકારની ગાડીઓનો ઉપયોગ કરે છે તેમાં યુઝ થનારા રેટ્રો-ફિટમેન્ટ કિટ્સ પર GST ઘટાવીને 5 ટકા કરી દેવામાં આવી.
ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિઝ સ્કીમમાં ઈસ્તેમાલ થનારા ફોર્ટીફાઈડ રાઈસ કેર્નોલ્સ પર GST રેટ 18થી ઘટીને 5 ટકા કરી દેવામાં આવી.
ફાર્મા ડિપાર્ટમેન્ટ તરફથી જે 7 દવાઓની ભલામણ કરવામાં આવી તેના પર 31 ડિસેમ્બર 2021 સુધી GST રેટ 12 ટકા ઘટીને 5 કરી દેવામાં આવી છે.
Keytruda જેવી કેન્સરની દવાઓ પર GST રેટ 12 ટકાથી ઘટીને 5 ટકા કરી દેવામાં આવી છે.
ઝોમેટો અને સ્વિગી જેવા એપથી ખાવાનો ઓર્ડર મોંઘો થઈ ગયો છે. આઈસક્રીમ ખાવાનું પણ મોંઘું પડ્યુ. સ્વિગી અને ઝોમેટો જેવી એપ પર 5 ટકા ટેક્સ લાગશે. ટેક્સ ત્યાં કપાશે, જ્યાં ડિલીવરી કરવામાં આવશે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી