દેશનો રક્ષક જ આતંકવાદીઓ સાથે કરેલી સોદામાં ઝડપાયો…જાણો

કાશ્મીરના કુલગામ જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન રાજ્ય પોલીસના એક ડીએસપી અને બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર નવીદ બાબુ અને અલ્તાફ નામના આતંકવાદીઓ સાથે એરપોર્ટ પર તૈનાત DSP દેવિંદર સિંહને શનિવારે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પોલીસ અધિકારી આ ત્રાસવાદીઓ સાથે ક્યાં જતા હતા તે જાણવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા તે તમામ ઘટના અંગેની અંગે પોલીસ ટીમો હવે આ પુછપરછ કરી રહી છે.

ગેરકાયદેસર હથિયારો મળ્યા

જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજીએ આ બાબત વિષે જણાવ્યું હતું કે પોલીસે દેવેન્દ્રસિંહના નિવાસસ્થાને 3 AK-47 રાઇફલ અને 5 હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. જયારે દેવેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે આતંકવાદીઓ સાથે કારમાં ક્યાંક જઈ રહ્યો હતો. તેની સાથે આતંકવાદી નવીદ અહેમદ શાહ ઉર્ફે નવીદ બાબુ અને રફી અહેમદની ધરપકડ કરવામાં આવી છે.
દેવેન્દ્ર એ છેલ્લા કેટલાક દિવસોથી તે રજા પર હતો.

અફઝલ કનેક્શનની તપાસ

સંસદના આતંકવાદી અફઝલ ગુરુ સાથે ડીએસપીનો કથિત જોડાણ પણ પ્રકાશમાં આવ્યું છે. આતંકવાદી અફઝલ ગુરુએ દેવેન્દ્રસિંહનું નામ પણ લીધું હતું.પોલીસ નું કહેવું છે કે ડીએસપી દેવેન્દ્ર સાથે અફઝલ ગુરુ સાથેના જોડાણની પણ તપાસ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે 13 ડિસેમ્બર 2001 ના રોજ ભારતીય સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ભયજનક આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં કુલ 14 લોકો ના મોત થયા હતા.આ હુમલાના કાવતરામાં સામેલ આતંકવાદી અફઝલ ગુરુને દોષી ઠેરવીને મોતની સજા આપવામાં આવી હતી.

13 ડિસેમ્બર 2001 ના રોજ ભારતીય સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ભયજનક આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 14 લોકો માર્યા ગયા હતા. આ આતંકવાદી અફઝલ ગુરુ જે આ હુમલાની કાવતરું ઘડવામાં સામેલ હતો, તેને દોષી ઠેરવીને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.

 3 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર