કુટીર ઉદ્યોગનો હેડ કલાર્ક લાંચ લેતા ઝડપાયો

બહુમાળી ભવનમાં આવેલી કુટીર ઉદ્યોગ કેન્દ્રમાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવનાર સરકારી બાબુને તેની જ કચેરીમાં રૂા.7 હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી લેતા અન્ય કર્મચારીગણમાં સોપો પડી ગયો હતો. જીમના સાધનો ખરીદવા માટે મહિલાએ લોન મુકી હતી.

જે લોન મંજૂર કરાવવા હેડ કલાર્કે એક ટકા લેખે રૂા.8000 લાંચ પેટે માંગ્યા હતા. બાદમાં રૂા.7 હજાર નક્કી થયા હતા. જે લાંચની રકમ સ્વીકારતા સરકારી બાબુને જામનગર એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધા હતા.


લાંચ લેતા પકડાયેલા કલાર્કને નિવૃતિમાં દોઢ વર્ષનો સમય જ બાકી હોવાનું માલુમ પડયું છે. 7000 રૂપિયા લાંચ આપવાનું નક્કી કર્યા બાદ આ અંગે એસીબીમાં જાણ કરતા એસીબીના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું અને લાંચ સ્વીકારતા જ અધિકારીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી