પૂર્વ મહેસૂલ મંત્રી કૌશિક પટેલના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા આરોગ્ય મંત્રીએ લીધી મુલાકાત

ઋષિકેશ પટેલ કિડની અને યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર સાથે સ્વાસ્થ્ય સેવાઓ અંગે કરી ચર્ચા

રાજ્યના નવ નિયુક્ત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી અને પૂર્વ મહેસૂલ મંત્રી કૌશિક પટેલના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા તેમની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.આરોગ્યમંત્રીએ કૌશિક પટેલની સારવાર કરી રહેલા તબીબો સાથે પણ વાતચીત કરી હતી અને વિગતો જાણી હતી. એટલું જ નહીં કૌશિક પટેલ જલદી સ્વસ્થ થઈ જાય તેવી શુભેચ્છાઓ પણ આરોગ્યમંત્રીએ પાઠવી હતી.

ત્યારબાદ આરોગ્ય મંત્રીએ કિડની અને યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર સાથે સ્વાસ્થ્ય વિષયક સેવાઓ, ઉપલબ્ધ સુવિધાઓ, તેમની જરૂરિયાત સંલગ્ન ચર્ચાઓ પણ કરી હતી. આ વેળાએ કિડની હોસ્પિટલના ડાયરેક્ટર વિનીત મિશ્રા, યુ.એન.મહેતાના ડાયરેક્ટર આર. કે. પટેલ આરોગ્ય મંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી