દેશમાં સ્વાસ્થ્ય સિસ્ટમ કરવી પડશે વઘુ મજબુત: ડૉ. રણદીપ ગુલેરિયા

હજુ શાળાઓ નહીં ખુલે? બાળકોની રસી આવ્યા બાદ નિર્ણય લેવાશે

દેશમાં કોરોનાની ધાતક બીજી લહેરની ગતિ માંડ મંદ પડી રહી છે ત્યાં આ સ્થિતિ વચ્ચે ત્રીજી લહેરની સંભાવવના પગલે એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, અમે કોરોનાની થર્ડ વેવ અને ડેલ્ટા પ્લસ વેરિએન્ટ માટે તૈયાર છીએ.

તેમજ તેમણે કહ્યું કે, આપણે આગળ વધવુ પડશે અને ધ્યાન રાખવું પડશે કે, સાર્વજનિક આરોગ્ય વિભાગને વધુ મજબૂત કરી શકીએ છીએ. તેમજ ગુલેરિયાએ એ વાતને પણ ઉલ્લેખ કર્યો કે, કોરોનાની ત્રીજી લહેરને કાબૂમાં લેવા અમે વિતેલા સમયમાં મળેલી ભૂલોમાંથી શીખવવું પડશે.

વધુમાં ગુલેરિયાએ કહ્યું કે બાળકો માટે કોરોના વેક્સિનની ઉપલબ્ધતા એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધી ગણાશે. વેક્સિન આવી જવાને કારણે સ્કૂલ ખોલવા તેમજ બાળકો માટે બહારની ગતિવિધિઓ સરળ બની જશે.

તેમણે કહ્યું કે ભારત બાયોટેકની કોવેક્સિનના બેથી 18 વર્ષના બાળકો ઉપર કરવામાં આવેલા બીજા તેમજ ત્રીજા તબક્કાના પરિક્ષણના આંકડા સપ્ટેમ્બર સુધી આવવાની શક્યતા છે. ઔષધિ નિયામકની મંજૂરી બાદ ભારતમાં એ સમય આસપાસ બાળકો માટે વેક્સિન ઉપલબ્ધ બની શકે છે. ડો.ગુલેરિયાએ કહ્યું કે તે પહેલાં જો ફાઈઝર વેક્સિનને મંજૂરી મળી ગઈ તો તે પણ બાળકો માટે એક વિકલ્પ હોઈ શકે છે.

 54 ,  1