કાશ્મીરમાં તોડી પડાયેલ હેલીકોપ્ટર ભારતના મિસાઈલથી ઉડાવી દેવામાં આવ્યું હતું ?

ભારતે જયારે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઈક કરી ત્યારે કાશ્મીરના બડગામ ક્ષેત્રમાં ભારતીય વાયુ દળનું એક MI17 પ્રકારનું હેલીકોપ્ટર તૂટી પડ્યું હતું. જેમાં વાયુ દળના 6 લોકો અને એક નાગરિક માર્યા ગયા હતા.

આ હેલીકોપ્ટર કેમ તૂટી પડ્યું તેની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે એવી ચોકાવનારી બાબત તપાસ કરનારાઓને જાણવા મળી કે વાસ્તવમાં ભારતનું આ હેલીકોપ્ટર ભારતની મિસાઈલથી જ ભૂલથી તોડી પાડવામાં આવ્યું હતું!

જે માહિતી બહાર આવી છે તે દર્શાવે છે કે એ દિવસે રડાર પર નિચી ઉંચાઈએ ઉડી રહેલું આ હેલીકોપ્ટર દેખાયું હતું. વાયુ દળના સત્તા વાળાઓએ તેને દુશ્મનનું હેલીકોપ્ટર માનીને મિસાઈલ છોડી હતી.

જેમાં તે બડગામ ક્ષેત્રમાં તૂટી પડ્યું હતું. શું ભૂલથી આ એક્શન લેવામાં આવ્યું કે પછી હેલીકોપ્ટર ઉડાડનાર પાયલોટે એર કંટ્રોલને પોતાના પ્રવાસની જાણ કરી હતી કે કેમ તેવા સવાલો પણ થઇ રહ્યા છે.

 109 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી