September 19, 2021
September 19, 2021

IAS વિપુલ મિત્રા સામેનો ભ્રષ્ટાચારનો કેસ હાઇકોર્ટે રદ કર્યો

વર્ષ 2002માં CBIએ કેસ નોંધ્યો હતો

છેલ્લા 19 વર્ષથી ભ્રષ્ટાચારનો આરોપ સહન કરી રહેલા !AS અધિકારી વિપુલ મિત્રાને મોટી રાહત મળી છે. તેમના વિરૂદ્ધ થયેલા આરોપમાં પૂરાવાના અભાવે ભ્રષ્ટાચારનો કેસ ગુજરાત હાઇકોર્ટે રદ કર્યો છે.

પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય સચિવ અને ગુજરાત કેડરના IAS અધિકારી વિપુલ મિત્રા સામેનો 19 વર્ષ જૂનો ભ્રષ્ટાચારનો કેસ ગુજરાત હાઇકોર્ટે રદ કર્યો છે. કેસમાં પુરતા પુરાવા ન હોવાથી કેસ બંધ કરતા CBI દ્વારા CBI કોર્ટમાં કરાયેલો ક્લોઝર રિપોર્ટ બે વાર ફગાવવામાં આવતા વિપુલ મિત્રાએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી છે.

વર્ષ 2002માં કંડલા પોર્ટ ટ્રસ્ટના ડેપ્યુટી ચેરમેનના કાર્યકાળ દરમિયાન CBIએ વિપુલ મિત્રા સામે કેસ નોંધ્યો હતો. પોર્ટ ટ્રસ્ટને 8.27 લાખનુ નુકસાન પહોંચાડવાના આરોપસર ભ્રષ્ટાચાર અને ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ બાદ CBI કોર્ટમાં તપાસ અધિકારીઓ ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરી કહ્યું હતું કે કેસમાં પુરાવાઓના અભાવે કેસ બંધ કરવો જોઇએ. જો કે CBI કોર્ટે આ ક્લોઝર રિપોર્ટ રદ કરી તપાસ આગળ વધારવા નિર્દેશ કર્યો હતો.

વર્ષ 2012માં ફરી ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરાયો હતો અને 2016માં તે ક્લોઝર રિપોર્ટ ફગાવી સી.બી.આઇ. કોર્ટે અધિકારીઓની ભૂમિકા વિશે વધુ તપાસ કરવા આદેશ કર્યો હતો. જેની સામે વિપુલ મિત્રાએ હાઇકોર્ટમાં અપીલ કરી તેમની સામેનો કેસ રદ કરવા માગણી કરી હતી. જેને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી તેમની સામેનો કેસ રદ કર્યો છે.

 13 ,  1