SP સ્વામીને તડીપાર કરવાના હુકમને હાઇકોર્ટે રદ કર્યો

બોટાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ

બોટાદ મંદિરના જાણીતા sp સ્વામી છેલ્લા ઘણા સમયથી હાઇકોર્ટથી ઘેરાયેલા હતા. તેમજ બોટાદમાંથી તેઓને તડીપાર કરવામાં આવ્યા હતા. જે કેસમાં થોડા પહેલા હાઇકોર્ટ દ્વારા તડીપારના કેસમાં સ્ટે મુકવામાં આવ્યો હતો. જે કેસમાં 1 ઓક્ટોબરે sp સ્વામીને તડીપારમાંથી રાહત આપી તડીપારનો ઓર્ડર રદ કરવામાં આવ્યો છે. જેનો ઓર્ડર મળતા આજે sp સ્વામીએ પ્રેસ કોંફરન્સ રાખી જાહેરાત કરી હતી.

પ્રેસ કોંફરન્સ કરી જાહેરાત કરતા sp સ્વામીએ જણાવ્યું કે. હાઇકોર્ટે તેમનો તડીપારનો ઓર્ડર રદ કર્યા. જેનાથી ધાર્મિક જગતના સાધુ તરીકે તેઓને આનંદ છે. અને એટલા માટે કે ભગવા વસ્ત્ર પહેર્યાં છે અને તેમની ગરીમા આ ઓર્ડર રદ કરતા જળવાઈ છે.

સાથે જ sp સ્વામીએ જણાવ્યું કે હાઇકોર્ટે ઓર્ડરમાં સ્પષ્ટ કહ્યું કે સરકારી તંત્રનો ખોટો ઉપયોગ કરાયો છે. આવું ઇલેક્શન કરી 13 હજાર વોટના ખોટા નામ ઉમેર્યા. તો અરજી કરી તેનું બેગ્રાઉન્ડ બનાવી. એલિગેશન કરી કેસ કર્યો. જેમાં હાઇકોર્ટે રાહત આપી.

હાઇકોર્ટે ત્યાં સુધી લખ્યું કે પોલીસ તંત્ર અને અન્યના દબાણમાં આવી જિલ્લા પ્રશાસને ખોટી રીતે તેઓને તડીપાર કર્યા. તેમજ sp સ્વામીએ જણાવ્યું કે ક્યાં શુ ચાલે એ મને ખબર છે. ગઢડા મંદિરનું ઇલેક્શન કરી સામેના પક્ષના ખોટી રીતે બેસ્યા રૂપાણી સરકારમાં. તેમજ સરકારી મશીનરી દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો. તેમાં હાઇકોર્ટમાં અરજી કરી.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી