એક જ દિવસે મતગણતરી કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે નહીં થાય : હાઇકોર્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં એક જ દિવસે મતગણતરીને પડકારતી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આ અરજી કરવામાં આવી હતી. અને હવે ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખ મુજબ જ 23 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે.

ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અલગ-અલગ દિવસે મતગણતરી કરવા મુદ્દે હાઇકોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં અરજદારે કરેલી અરજી મામલે નિર્ણય આવી ગયો છે. જેમાં અરજદારે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.

આ અરજીમાં અરજદારે ઉલ્લેખ કર્યો હતો કે મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયત તેમજ પાલિકાની મતગણતરી એકસાથે કરવાની માંગ કરી છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવતા જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મત ગણતરી એક જ તારીખે નહીં થાય.

ગુજરાતના ચૂંટણી પંચે જાહેર કરેલાં કાર્યક્રમ મુજબ 21મી ફેબુ્રઆરીએ મહાનગરપાલિકોની ચૂંટણીનું મતદાન થશે અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે મતદાન થશે અને બીજી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આવી રીતે મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ નગરપાલિકાઓ અને પંચાયતો માટે મતદાન થશે તો મતદાન પર વિપરિત અસર થશે. આ કાર્યક્રમના કારણે સ્વતંત્ર ચૂંટણીપ્રક્રિયા નહીં યોજાઇ તેવી આશંકા અરજદાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર