હાઇકોર્ટે કાઢી સરકારની ઝાટકણી, કહ્યું- દર્દીઓને જરૂરિયાત અનુસાર ઇન્જેક્શન નથી મળી રહ્યા

૧૦૮ ટોટલ નિષ્ફળ છે : હાઇકોર્ટે

ગ્રામ્ય વિસ્તારો માં.શુ પરિસ્થિતિની ડિટેલમાં એફિડેવિટ કરો : હાઇકોર્ટે

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના પગલે ઉભી થયેલી સ્થિતિની સુઓમોટો નોધ લઇ સુનાવણી કરી રહેલ ગુજરાત હાઈકોર્ટે ફરી એક વખત રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે.મંગળવારે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે(Gujarat high court) કહ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં શું પરીસ્થિત છે તે અંગે વિગતવાર એફિડેવિટ દાખલ કરો અને કહ્યું હતું કે સરકારી તંત્ર સંપૂર્ણ નિષ્ફળ ગયું છે, દિન પ્રતિદિન રાજ્યમાં કોરોના સંક્રમણના પગલે ખોરવાઈ રહેલી આરોગ્ય સેવાઓ પર સુઓમોટો સુનાવણી કરી રહેલ ગુજરાત હાઇકોર્ટે ફરી એક વખત રાજ્ય સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી છે.

હાઇકોર્ટે(Gujarat high court) કહ્યું હતું કે સરકારી તંત્ર સંપૂર્ણ નિષ્ફળ ગયું છે અમે જ્યારે કોઈ ઓર્ડર જાહેર કરીયે ત્યાર બાદ જ સરકાર હરકત માં આવે છે આ સતત જોવા મળી રહ્યું છે .૧૦૮ એમ્બ્યુલન્સ સેવા સંપૂર્ણ નિષ્ફળ ગઈ હોવાનું જણાવતાં હાઇકોર્ટે કહ્યું હતું કે અત્યાર સુધી વિતરણ કરેલા રેડમીસિવીર ઇન્જેકશનની માહિતી આપો કારણ કે દર્દીઓને જરૂરિયાત અનુસાર ઇન્જેક્શન મળી રહ્યા ના હોવાના અહેવાલ અમારી સુધી પણ આવી રહ્યા છે.

હાઇકોર્ટે(Gujarat high court) કહ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ અંગે વિગત વાર એફિડેવિટ કરો અને કોઈ પણ કોર્પોરેશને મનમાની કરવાની નથી અને કોઈની પણ મનમાની ચલાવી લેવામાં આવશે નહિ.ત્યારબાદ વધુ સુનાવણી ૧૧ મે પર મુકરર કરી હતી. 3

દરમિયાન સરકાર વતી હાજર રહેલ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે સરકાર ૩૨ ઓક્સીજન પ્લાન્ટ તૈયાર કરી રહી છે. એક પ્લાન્ટ તૈયાર થતા ૨ થી ત્રણ મહિના લાગે છે કારણ કે તેનું રો મટેરિયલ જર્મની,ફ્રાંસ સહિત અન્ય દેશોમાંથી આયાત કરવું પડે છે.

 44 ,  1