આગામી 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી હાઈકોર્ટ બંધ, વધતા સંક્રમણને લઇ લેવાયો નિર્ણય

હાઇકોર્ટના તમામ વિભાગોમાં સેનિટાઇઝરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

ગુજરાતમાં કોરોના જે સ્પિડથી વધી રહ્યો છે તેને જોતા સ્થિતી ધીરે ધીરે વધારે ગંભીર બને તેવી શક્યતાઓ છે. જેના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને લોકડાઉન અંગે ટકોર પણ કરવામાં આવી છે. કોરોનાની ચેઇન તોડવા માટે કોઇ મોટુ પગલું લેવું જરૂરી હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. આ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે સરકારને પણ હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. જેના પગલે લોકડાઉન થાય તેવી શક્યતાઓને જોતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

જો કે સરકાર લોકડાઉન કરે કે કેમ તે અંગે હજી સુધી કોઇ જ નિર્ણય થયો નથી. પરંતુ વિકેન્ડ કર્ફ્યૂની શક્યતાઓને જોતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તેવામાં ગુજરાત હાઇકોર્ટેને મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર લોકડાઉન કરે કે ન કરે પરંતુ હાઇકોર્ટે લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. તો બીજી તરફ હાઇકોર્ટ 10 એપ્રીલથી 14 એપ્રીલ સુધી બંધ રહેશે. સમગ્ર હાઇકોર્ટમાં સાફસફાઇ અને સેનિટાઇઝેાશનની કામગીરીના કારણે બંધ રહેશે. તેનો નિર્ણય ખુદ ચિફ જસ્ટિસ દ્વારા લેવામાં આવ્યો હતો. હાઇકોર્ટ પાંચ દિવસ સુધી બંધ રહેશે. 

હાલ, રાજ્યમાં નવા કેસો ખુબજ વધી રહ્યા છે જેના કારણે રાજ્યમાં હાલ લોકડાઉન અથવા કર્ફ્યુ લગાવાની ખુબજ જરૂર છે, જેથી રાજ્ય સરકારે આ મામલે પોતાની ગંભીરતા દેખાડીને કોઈ સચોટ નિર્ણય લેવો જોઈએ. અને કોરોનાનું સક્ર્મણ વધતું અટકે તે માટેના પ્રયાસોને હાથ ધરવું જોઈએ. હાઇકોર્ટના તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 10 એપ્રિલથી લઈને 14 એપ્રિલ સુધી એમ પાંચ દિવસ માટે હાઇકોર્ટની કામગીરી સંપૂર્ણ પણે બંધ રહશે. 

 39 ,  1