September 18, 2021
September 18, 2021

ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પડતો મૂકાયો

જાણો, T-20 વર્લ્ડ કપમાં યુઝવેન્દ્ર ચહલ- શિખર ધવનને કેમ સ્થાન ના મળ્યું

BCCI દ્વારા UAEમાં યોજાનારા T-20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ માટે ઘણા મોટા ચહેરાઓ ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવી શક્યા નથી. તેમાં સૌથી મોટું નામ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું છે. તે ટી20 ઇન્ટરનેશનલમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી વધુ વિકેટ લેનાર પ્લેયર છે. આ સિવાય પૃથ્વી શો, શિખર ધવન, કૃણાલ પંડ્યા અને વોશિંગ્ટન સુંદરને પણ પડતા મુકવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ T-20 વર્લ્ડ કપ માટે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ભારતીય ટીમના મેન્ટર બનાવવામાં આવ્યા છે.

લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ટી20 ઇન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. તેણે 49 મેચમાં 63 વિકેટ લીધી છે. 2 વખત 4 અને એક વખત 5 વિકેટ. ઇકોનોમી 8થી ઉપર છે. આ 31 વર્ષના બોલરની ટી20 કરિયરની વાત કરીએ તો તેણે 207 મેચમાં 227 વિકેટ ઝડપી છે. એટલે કે તેને ઘણો અનુભવ છે. જોકે તેનું પ્રદર્શન થોડા સમયથી સારું નહોતું. તેથી જ તેને તક મળી નથી.

ભારતના ઘુરંધર ઓપનર બેટ્સમેન શિખર ધવને 68 ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં ભારત માટે 1759 રન કર્યા છે. તેણે 11 અડધી સદી પણ ફટકારી છે. પરંતુ આ 35 વર્ષીય ડાબા હાથના બેટ્સમેનની સ્ટ્રાઇક રેટ સૌથી મોટી સમસ્યા છે. તેણે માત્ર 126ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા. ઓવરઓલ 295 ટી20માં તેનો સ્ટ્રાઇક રેટ 125 છે. જ્યારે યુવા બેટ્સમેન પૃથ્વી શો આઈપીએલમાં સારા ફોર્મમાં હતો. પરંતુ અન્ય યુવા બેટ્સમેન ઇશાન કિશને ઇંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરીને પોતાને આગળ રાખ્યો. 23 વર્ષીય ઈશાન કિશને 3 ટી20 ઇન્ટરનેશનલમાં 40ની એવરેજથી 80 રન કર્યા છે. તેમા એક ફિફ્ટીનો પણ સમાવેશ થાય છે. સ્ટ્રાઇક રેટ 145ની છે. તેણે પોતાની પ્રથમ ઇન્ટરનેશનલ મેચમાં અડધી સદી ફટકારી હતી. પૃથ્વીએ એક ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને તે તેમાં ખાતું ખોલાવી શક્યો નહીં. ઓવરઓલ ટી20ની વાત કરીએ તો તેણે 60 મેચમાં 1500થી વધુ રન બનાવ્યા છે. તેમા 13 અડધી સદી છે. સ્ટ્રાઇક રેટ 150 છે.

 114 ,  1