જોણો હનુમાનજીને સિંદુર ચઢાવવાની શું છે કહાની

આપને દરેક લોકો જાણીએ છીએ કે હનુમાનજી ને તેલ અને સિંદૂર ચઢાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો શા માટે ભગવાન હનુમાનજીને સિંદૂર સમર્પિત કરવામાં આવે છે ? જો નહીં જાણતા હોય તો આજે અમે તમને બતાવવા જ રહ્યા છીએ તેની પાછળનું કારણ…

એકવાર સીતાજીને માંગમાં સિંદુર લગાવતા જોઇને હનુમાન આશ્વર્ય પામ્યા અને પૂછ્યું, ” માતા આ શું છે જે તમે માથામાં સજાવી રહ્યાં છો. માતા સીતાએ કહ્યું, આ સૌભાગ્યનું પ્રતીક સિંદૂર છે એને માથામાં સજાવવાથી મને રામનો સ્નેહ મળશે અને તેમનું આયુષ્ય લાંબુ થશે.

હનુમાનજીએ વિચાર્યું કે ચપટી સિંદૂર લગાવવાથી રામજીની ઉંમર વધે છે અને માતાને રામજીનો સ્નેહ મળે છે જો હું સમગ્ર શરીર પર સિંદૂર લગાવી લઉં તો ભગવાન રામ અમર રહેશે અને મને પણ તેમનો પુષ્કળ પ્રેમ મળશે.

ત્યારબાદ હનુમાને પૂરા શરીર પર સિંદૂર લગાવી લીધુ અને રામજી ની સભામાં ગયાં. રામજીએ, હનુમાનને એક આશ્ચર્યજનક રીતે જોયા .રામજીએ હનુમાનજીને આ લેપ લગાવવાનુ કારણ પૂછ્યું તો હનુમાનજીએ કહ્યું કે આવુ કરવાથી તમે અમર થઈ જશો અને મને પણ માતા સીતાની જેમ તમારો સ્નેહ મળશે.

હનુમાનજીની આ વાત સાંભળી રામજીનું હ્રદય ભરાઈ ગયુ અને હનુમાનજીને ગળે લગાવી દીધા. એ સમયથી હનુમાનજીને સિંદૂર ખૂબજ પ્રિય છે અને સિંદૂર અર્પિત કરવા પર હનુમાનજી પ્રસન્ન થાય છે.

 154 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી