September 21, 2020
September 21, 2020

ગુંડા એક્ટને મળી મંજૂરી, 10 વર્ષની સજા અને 50 હજારના દંડની જોગવાઇ

રાજ્યમાં ગુંડાગીરી કરનારા સામે હવે થશે કડક કાર્યવાહી, કાયદાને મળી મંજૂરી

રાજ્યમાં બેખોફ બનેલા ગુંડાઓને કાબૂમાં લાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’ નામનો કાયદો અમલમાં મુક્યો છે જેને હવે કેબિનેટમાંથી મંજૂરી મળી ગઇ છે. 

આ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેફામ બનેલા ગુડાઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે..

રાજ્યમાં સતત વધતા જતા ગુનાખોરીને કાબૂ લાવવા રૂપાણી સરકારે આ કાયદાને અમલામાં મુક્યો છે. હત્યા, છેડતી, લૂંટફાટ, મારામારી તેમજ બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. બેખોફ બદમાશો કાયદાનો જાણ કે ડર ના હોય તેમ બેફામ લૂંટ, હત્યા અને છેડતી જેવા ગંભીર અપરાધો આચરી રહ્યા છે. ત્યારે હવે કેબિનેટમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’ને મંજૂરી મળી ગઇ છે.

રાજ્યમાં દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બાળકોની જાતિય સતામણી, બનાવટી દવાનું વેચાણ, લોન શાર્ક (વ્યાજ ખોર) , જમીન છીનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદેસરના હથિયારો વગેરે જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઇ ઉભી કરવાના હેતુથી નવા અલગ કાયદાની આ દરખાસ્ત કરવામાં આવી હતી.

ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવિટીઝ ઍક્ટને મજૂરી

  • ગુજરાતમાં ગુંડાગીરી કરનારાની મિલકત જપ્ત થશે
  • ગુંડાગીરી કરનારાને 10 વર્ષની સજા, 50 હજાર દંડ
  • ગુંડાઓ સામેના કેસ ચલાવવા સ્પેશિયલ કોર્ટ રચાશે
  • ગુનો નોંધતા પહેલા રેન્જ IG, કમિશનરની મંજૂરી જરૂરી
  • સાક્ષીઓને પુરતું રક્ષણ આપવામાં આવશે

ગુંડા તત્વોની વ્યાખ્યામાં વ્યક્તિગત અથવા જુથમાં હિંસાની ધમકી આપવી, ધાક ધમકી આપવી અથવા અન્ય રીતે જાહેર વ્યવસ્થાને નુકશાન પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓનો સમાવેશ પણ આ કાયદા અંતર્ગત સજા પાત્રતામાં ગણાવાશે.

 15 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર