ગુજરાતના માથા પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યું, પાકિસ્તાન તરફ ફંટાયું

 દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયા

ગુજરાતના માથા પરથી શાહીન વાવાઝોડાનું સંકટ ટળી ગયુ છે. પાકિસ્તાન તરફ ફંટાયું હોવાનું હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે સામાન્ય અસર જોવા મળશે. ક્યાંક છુટોછવાયો વરસાદ રહેશે. ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરનાં કારણે સપ્ટેમ્બરનાં છેલ્લા સપ્તાહમાં આખા રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં શાહીન વાવાઝોડાનો ખતરો ઊભો થયો હતો. રાજ્યમાં આગામી ચાર દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જો કે હવે વાવાઝોડાની સંકટ ટળી ગયું છે.

ગુજરાત પર નથી વાવાઝોડાનો કોઈ ખતરો રહ્યો નથી. હવામાન વિભાગે માહિતી આપી કે, અરબ સાગરમાં ‘શાહીન’ નામનું વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. જો કે, ગુજરાત પર કોઈ ખતરો નથી. કેમ કે, શાહીન વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. પરંતુ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળશે.

 44 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી