September 23, 2021
September 23, 2021

IMF વિશ્વમાંથી મંદી દૂર કરવા 650 અબજ ડોલરની કરશે મદદ

મફત ભોજન તેમજ સારવાર માટે ભારતના પ્રયાસોના વખાણ કર્યા

કોરોના વાયરસ અને મંદી સામે ઝઝૂમી રહેલા વિશ્વનાના ગરીબ દેશોને 650 અબજ ડોલરની મદદ કરવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે(IMF) લીલી ઝંડી આપી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના કહેવા પ્રમાણે આ એક ઐતિહાસિક નિર્ણય છે અને તેના કારણે અભૂતપૂર્વ સંકટ સામે ઝઝૂમી રહેલી દુનિયાની ઈકોનોમીને મદદ મળશે. ખાસ કરીને ગરીબ દેશોને કોરોનાની સામે લડવા માટે આ રકમ ઉપયોગી બનશે. 23 ઓગસ્ટથી તે પર કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યું હતું કે, દુનિયાના સૌથી ગરીબ દેશોને 275 અબજ ડોલર આપવામાં આવશે. ધનિક દેશો સ્વેચ્છાએ ગરીબ દેશોને મદદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ભંડોળમાં વધારો કરવા માટે ટ્રમ્પ સરકારે ઈનકાર કરી દીધો હતો પણ અમેરિકામાં બાઈડન સરકારે તેનું સમર્થન કર્યું હતું.

તાજેતરમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે પણ કહ્યું હતું કે, નાના વેપારીઓની સ્થિતિ સુધારવા માટે ભારત સરકારે તેને પેકેજ આપવાની જરૂર છે. બીજી તરફ ગરીબો માટે મફત ભોજન તેમજ સારવાર માટે ભારતના પ્રયાસોના તેમણે વખાણ કર્યા હતા.

 83 ,  1