હિંમતનગર: ગઢોડામાં મહિલા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના..

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા ગઢોડા મુકામે સામુહિક દુષ્કર્મની હીન ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે. પાંચ આરોપીઓ દ્વારા એક મહિલા પર તેના બાળકો અને પતિની સામે જ મહિલાની આબરૂ સાથે ચેડા કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઢોડા ગામની સીમમાં ઉંમર આશરે ૩૦ વર્ષની મહિલા પોતાના પતિ અને બાળકો સાથે વસવાટ કરે છે. ત્યારે ગત રાત્રીએ ૩ થી ૩.૩૦નાં અરસામાં સફેદ રંગની કારમાં આવી ને ઘર માલિક ને ઉઠાડ્યા હતા. અને જણાવ્યું હતું કે અમારી ગાડી બગડી ગઇ છે. અને અમારે પીવા માટે પાણી જોઈએ છે. તેમ કહીને ગાડીમાંથી ઉતરેલા પાંચ સખ્શોએ મહિલા તેમજ તેના પતિ અને પાંચ બાળકો ને ખેતરમાં આવેલી ઓરડીમાં પૂરી દઈ ને મહિલા સાથે વારાફરતી તેના પતિ અને બાળકોની હાજરીમાં બળાત્કાર ગુજાર્યો હતો. અને જો કોઈ પણ જાત નો અવાજ કર્યો છે કે બુમાબુમ કરી છે તો જાન થી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ અંગે ની ફરિયાદ મહિલા દ્વારા હિંમતનગર એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. હાલ તો મહિલાને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી