ભારતીય અર્થતંત્ર 8.3 ટકાના દરે કરશે વૃદ્ધિ

ભારત માટે વર્લ્ડ બેન્કનું અનુમાન

2021-22માં ભારતીય અર્થતંત્ર 8.3 ટકાના દરે વૃદ્ધિ પામશે તેમ વર્લ્ડ બેન્કનું અનુમાન છે જે જાહેર રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના કારણે છે. જો કે, 2021 ની શરૂઆતમાં રોગચાળાની બીજી લહેર બાદ કરવામાં આવેલ અગાઉના અંદાજ કરતાં આ ઓછું છે.

વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી (દક્ષિણ એશિયા) હેંસ ટિમરે જણાવ્યું હતું કે, ”ગયા વર્ષે અર્થતંત્રમાં તીવ્ર ઘટાડાને જોતા આ બહુ વધારે લાગતું નથી, પરંતુ મને લાગે છે કે જીવલેણ બીજી લહેર અને તેની ગંભીરતાને જોતા તે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કોવિડ પછી આ સકારાત્મક સમાચાર છે. અમે હજુ પણ ભારતીય અર્થતંત્ર માટે સંભવિત પરિણામો વિશે હકારાત્મક છીએ.

31 માર્ચના રોજ વર્લ્ડ બેંકે એક રિપોર્ટમાં કહ્યું હતું કે 2021-22 દરમિયાન ભારતનો જીડીપીનો વાસ્તવિક વિકાસ દર 7.5 થી 12.5 ટકાની વચ્ચે હોઇ શકે છે.જો કે વર્ષમાં આપણે જેટલી પ્રગતિ કરી રહ્યા છીએ તે જોતા અનિશ્ચિતતા ઓછી થશે.

આરબીઆઈએ શુક્રવારે 2021-22 માટે 9.5 ટકાના આર્થિક વિકાસનો અંદાજ જાળવી રાખ્યો છે. જો કે, વિશ્વભરમાં સેમિકન્ડક્ટરની અછત, કોમોડિટીની વધતી કિંમતો, વધતો ઉત્પાદન ખર્ચ, વૈશ્વિક નાણાકીય બજારોમાં સંભવિત અસ્થિરતા અને કોરોનાના વધતા કેસો આર્થિક વૃદ્ધિ માટે જોખમ ઊભું કરી શકે છે.

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એકંદર માંગ વધી છે. આ રેલ્વે નૂર ટ્રાફિક, પોર્ટ માલ, સિમેન્ટ ઉત્પાદન, વીજળીની માંગ, ઈ-વે બિલ, જીએસટી અને ટોલ કલેક્શનમાં પ્રતિબિંબિત થાય છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી