ભારતીય મૂળના CEOએ 3 મિનિટમાં જ 900 કર્મચારીની કરી છટણી

ક્રિસમસ પહેલા મોટાપાયા પર થયેલી હકાલપટ્ટીના લીધે સોશિયલ મીડિયા પર પર હલચલ મચી

ન્યૂયોર્કમાં એક કંપનીના CEOએ એક ઝાટકે 900 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યાની ઘટના સામે આવી છે. આવું કઠોર પગલું ભરવામાં તેમણે ફક્ત ત્રણ મિનિટનો જ સમય લીધો હતો. આ કંપનીનું નામ Better.com છે અને એના CEO વિશાલ ગર્ગ છે. ગયા બુધવારે કંપનીના કર્મચારીઓની ઝૂમ બેઠક બોલાવવામાં આવી હતી. એમાં કર્મચારીઓને કામ પર ન આવવા માટે કહેવામાં આવ્યું હતું. નોકરીમાંથી કાઢવામાં આવેલા કર્મચારીઓ કુલ સ્ટાફના 15 ટકા છે.

ડેઈલી મેઈલના અહેવાલ પ્રમાણે, અમેરિકા સહિત અનેક દેશોમાં હોલિડે સીઝન શરૂ થવા જઈ રહી છે. એ અગાઉ કંપનીએ આટલી મોટી સંખ્યામાં પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો કઠોર નિર્ણય લીધો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે કંપનીએ આ નિર્ણય અંગે અગાઉ કોઈને પણ જાણકારી કે પછી ચેતવણી આપી ન હતી. આ કંપની ફાઇનાન્શિયલ સેક્ટર સાથે સંકળાયેલી છે.

કંપનીના એક કર્મચારીએ સોશિયલ મીડિયા પર એક નાનો વીડિયો પોસ્ટ કર્યો છે. એમાં કહેવામાં આવ્યું હતું કે તેમને ફક્ત ત્રણ મિનિટમાં જ પિંક સ્લિપ આપી દેવામાં આવી, એટલે કે તેમને રજા આપી દેવામાં આવી. Better.comના CEO વિશાલ ગર્ગે તેમના કર્મચારીઓને કાઢી મૂકવા માટે આ રીતે નિર્ણય લે છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી