September 19, 2021
September 19, 2021

ભારતના ખેલાડીઓ કોરોનાને કારણે નહીં પરંતુ આ કારણથી મેદાન પર ન ઉતર્યા

ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયા સામે ઉઠાવ્યા સવાલ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રદ થયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચનો વિવાદ સમાપ્ત થવાનું નામ લઈ રહ્યો નથી. બંને ટીમો વચ્ચે ગઈકાલે માન્ચેસ્ટરમાં આ મેચ રમાવાની હતી પરંતુ તેને રદ કરી દેવામાં આવી છે. પાંચ મેચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ હતું. જોકે, માન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ના સીઈઓ ટોમ હેરિસને ભારતીય ખેલાડીઓની નિયત સામે સવાલો ઉઠાવ્યા છે.

તેને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચવાનો મોકો મળ્યો હતો, જ્યારે ઈંગ્લેન્ડનો પ્રયાસ હતો કે વિજેતા શ્રેણીમાં આ મેચની બરાબરી કરીને ઘરઆંગણે પોતાની શાખ બચાવી શકે, પરંતુ ટીમ ઈન્ડિયામાં કોરોનાના કેસોને કારણે આ મેચ રદ કરવી પડી. ભારતના બીજા ફિઝિયો યોગેશ પરમાર કોવિડ પોઝિટિવ આવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ આ મેચમાં પ્રવેશવાનો ઇનકાર કર્યો હતો. હવે આ મેચ અંગે ઈંગ્લેન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ટોમ હેરિસનનું નિવેદન આવ્યું છે. હેરિસને શુક્રવારે કહ્યું હતું કે ભારત સામેની શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ કોરોનાના પ્રકોપને કારણે નહીં પરંતુ મહેમાન ટીમના ખેલાડીઓમાં ‘શું થશે’ તેવી ધારણાને કારણે રદ કરવી પડી હતી.

હેરિસનનું માનવામાં આવે તો કોરોના વાયરસને સમજનારા નિષ્ણાતો સાથે પણ ટીમ ઈન્ડિયાનું સેશન કરાવવામાં આવ્યું હતું. પરંતુ તેઓ મેચ ન રમવા માટે મક્કમ હતા. તેમને ચિંતા તે વાતની હતી કે જો મેચ દરમિયાન કોઈ ખેલાડી પોઝિટિવ આવશે તો તેને ઈંગ્લેન્ડમાં ક્વોરેન્ટીન રહેવું પડશે. જેનાથી 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આઈપીએલની બીજા તબક્કાની મેચો ગુમાવવી પડી શકે છે. એક વખત જ્યારે ડ્રેસિંગ રૂમમાં ટેન્શન આવી જાય છે ત્યારે તેને કાઢવું અત્યંત મુશ્કેલ હોય છે. હેરિસને ક્રિકેટ ચાહકો માટે આને નિરાશાજનક દિવસ ગણાવ્યો હતો.

તેમણે કહ્યું કે ભારતીય ખેલાડીઓને કમ્ફર્ટ લાગે તે માટે દરેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. હેરિસને કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી ઘટનાઓ નિરાશાજનક છે અને ભારતીય ખેલાડીઓને મનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, જે ગુરુવારે સહાયક ફિઝિયો યોગેશ પરમાર કોવિડ -19 પોઝિટિવ આવ્યા બાદ ગભરાઈ ગયા હતા અને મેદાન પર ઉતરવાનો કર્યો હતો ઈન્કાર.

 59 ,  1