ભારતીય શેરબજારમાં આગામી 50 વર્ષ સુધી તેજી જોવા મળશે!

દિગ્ગજ અમેરિકન રોકાણકારે કર્યો દાવો…

ભારતીય શેરબજારમાં આગામી પાંચ દાયકાઓ એટલે કે 50 વર્ષ સુધી તેજીનો સમયગાળો રહેશે તેમ દિગ્ગજ અમેરિકન રોકાણકાર માર્ક મોબિયસને વિશ્વાસ છે. માર્ક મોબિયસ ઇમર્જિંગ માર્કેટ ફંડના લગભગ 50 ટકા ભારત અને તાઇવાનના શેરબજારોમાં રોકાણ કર્યું છે. તેમનું કહેવું છે કે ચીનનું માર્કેટ ડાઉન જઈ રહ્યું છે, તેથી હવે ભારત જેવા દેશોમાં પૈસાનું રોકાણ કરવું જોઈએ.

ચીનના શેરબજારોમાં આવેલા ઘટાડાને સરભર કરવા માટે માર્કે ભારત અને તાઈવાનના શેરબજાર પર દાવ લગાવ્યો છે. માર્ક મોબિયસે બ્લૂમબર્ગ ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘ભારત આગામી 50 વર્ષોમાં તેજીના દોરમાં રહેશે. જોકે, વચ્ચે થોડો સમય મંદીનો સમય રહેશે.

તેમણે કહ્યું, ‘ભારત કદાચ આજે ત્યાં ઉભું છે જ્યાં 10 વર્ષ પહેલા ચીન ઊભું હતું.’ તેમણે કહ્યું કે ભારત સરકારની તમામ રાજ્યોમાં સમાન નિયમો અને કાયદાઓ બનાવવાની નીતિઓ દેશને લાંબા ગાળે મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે, મોર્બિયસ(Morbius)નું ભારત તરફ તેજીનું વલણ મોર્ગન સ્ટેનલી અને નોમુરા હોલ્ડિંગ્સ ઇન્ક.ના વિશ્લેષકોથી વિપરીત છે, જેમણે ભારતીય શેરબજારનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું હતું.

ગયા વર્ષે માર્ચમાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારથી બજાર વધી રહ્યું છે અને અત્યાર સુધીમાં BSE સેન્સેક્સ માર્ચની સરખામણીમાં બમણાથી વધુ વધ્યો છે.

બીજી તરફ ચીનમાં સરકારની કડકાઈના કારણે ઘણી કંપનીઓના શેર તૂટ્યા છે અને શેરબજારને ઘણું નુકસાન થયું છે. આ સિવાય સુપ્રસિદ્ધ રિયલ એસ્ટેટ કંપની Evergrande નાદારીની આરે છે અને તેની અસર ચીનના બજાર પર પણ જોવા મળી છે.

મોબિયસ કેપિટલ પાર્ટનર્સ એલએલપીના સ્થાપક મોબિયસે જણાવ્યું હતું કે, “લોકો કહે છે કે ઉભરતા બજારોમાં ખરાબ દ્રશ્ય છે કારણ કે ચીન સમગ્ર ઇન્ડેક્સને નીચે લઈ રહ્યું છે, પરંતુ તેઓએ ભારત જેવા અન્ય ક્ષેત્રો તરફ જોવું પડશે, જેઓ ઉપર જઈ રહ્યા છે.”

 261 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી