September 23, 2021
September 23, 2021

અંડરવર્લ્ડ ડોનના નજીકના કુખ્યાત ગેંગસ્ટરને કોરોના ભરખી ગયો

પાકિસ્તાનના કરાચી શહેરમાં મચમચનું મોત થયું, શકીલનો દાવો

દાઉદ ઇબ્રાહિમની ગેંગનો એક મહત્વનો ગેંગસ્ટર અને તેનો નજીકનો સાથી ફહીમ મચમચ કોરોનાથી મૃત્યુ પામ્યો છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, પાકિસ્તાનના કરાચી શહેરમાં મચમચનું મોત થયું છે. પરંતુ દાઉદનો જમણો હાથ છોટા શકીલ દાવો કરે છે કે, મચમચનું મૃત્યુ દક્ષિણ આફ્રિકામાં થયું છે.

છોટા શકીલ એવો પણ દાવો કરે છે કે, ફહીમ મચમચનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. હત્યા અને ખંડણીના ઘણા કેસ ફહીમ મચમાચના નામે નોંધાયેલા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ લાંબા સમયથી ફહીમ મચમાચની શોધમાં હતા.

મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે મોડી રાતે કરાચીની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં 51 વર્ષના ફહીમનું મોત થયું. ફહીમ મચમચ વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, ખંડણી અને અન્ય અનેક અપરાધી મામલાઓમાં મુંબઈ સહિત અનેક શહેરોમાં કેસ નોંધાયેલા હતા. પોલીસ તેની શોધમાં હતી. 

પોલીસના જણાવ્યાં મુજબ ફહીમ મચમચ દક્ષિણ મુંબઈના ભીંડી બજાર વિસ્તારના પેરુ લેનનો રહીશ હતો. તે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલનો ખાસ બની ગયો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ફહીમ મચમચ છેલ્લા સાત વર્ષથી દાઉદ ઈબ્રાહિમ સાથે પાકિસ્તાનમાં રહેતો હતો.

હાલમાં જ મુંબઈ પોલીસના એન્ટી એક્સટોર્શન સેલે ફહીમ મચમચના એક સાથીની ધરપકડ કરી હતી. આરોપી તે સમય સુધી ફહીમ સાથે સંપર્કમાં હતો. આ રીતે પોલીસને ફહીમની જાણકારી મળી હતી. 

અત્રે જણાવવાનું કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 1995માં ફહીમ મચમચને ખંડણી અને અન્ય અપરાધિક આરોપોમાં ધરપકડ કર્યો હતો. ત્યારબાદ તેને જામીન મળ્યા હતા. ફહીમ મચમચને એકવાર મુંબઈ એરપોર્ટ પર પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે તે દુબઈ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. જો કે  બીજા પ્રયત્નમાં તે દેશમાંથી બહાર ભાગી જવામાં સફળ થઈ ગયો હતો. 

 88 ,  2