રહસ્ય : આ દેશમાં મળી આવ્યો સોનાનો ટાપુ, સતત બહાર નીકળી રહ્યું છે સોનું

નદીમાંથી સોનાનો આખે આખો ટાપુ નીકળ્યો..

ભારતમાં લગભગ 75 000 કરોડ રુપિયાના સોનાનું વેચાણ થયું. લગભગ 15 ટન સોનાના આભૂષણોનું વેચાણ થયું છે. પરંતુ અમે તમને કહીએ કે એક નદીમાંથી સોનાનો આખે આખો ટાપુ નીકળ્યો છે. તમને વિશ્વાસ નહીં થાય ને.

નદીમાંથી મળ્યો સોનાનો ટાપુ

પરંતુ ઈન્ડોનેશિયાની એક નદીમાંથી સોનાનો ટાપુ ઉભરાઈ આવ્યો છે. અહીંથી લોકો સોનાના ઘરેણાં, વીંટી, બૌદ્ધ શિલ્પો અને કિંમતી સિરામિક વાસણો મેળી રહ્યા છે. આ સુવર્ણ ટાપુની વર્ષોથી શોધ કરવામાં આવતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા વર્ષો પહેલા ગાયબ થયેલો આ સોનાનો ટાપુ ઈન્ડોનેશિયાના પાલેમ્બાંગ પ્રાંતની મુસી નદીમાંથી મળી આવ્યો છે.

માછીમારને મળ્યો અમૂલ્ય ખજાનો

આ નદીના તળિયેથી સોનાના આભૂષણો અને ઘણી કિંમતી ચીજવસ્તુઓ મળી આવી છે. છેલ્લા 5 વર્ષથી માછીમારો મુસી નદીમાં ખજાનો શોધી રહ્યા હતા, પરંતુ હવે નદીના ઉંડાણમાંથી લાખો પ્રયાસો કર્યા બાદ એક માછીમારને સોનાનો અમૂલ્ય ખજાનો મળ્યો છે.

સતત બહાર કઢાઈ રહ્યું છે સોનું

ડાઈવર્સ આ નદીના તળિયેથી સોનાના આભૂષણો, મંદિરની ઘંટડીઓ, સાધનો, સિક્કાઓ, સિરામિક વાસણો અને બૌદ્ધ શિલ્પો સતત બહાર કાઢી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડાઈવર્સ અત્યાર સુધી નદીમાંથી સોનાની તલવારો, સોના અને માણેકથી બનેલી વીંટી, કોતરેલી બરણીઓ, વાઈન સર્વિંગ જગ અને મોર આકારની વાંસળી મળી છે. આ ટાપુ વિશે લોકકથાઓ પણ છે.

શું કહે છે લોકવાર્તાઓ

આ ટાપુ વિશે એવી લોકવાયકાઓ છે કે અહીં માનવભક્ષી સાપ રહે છે. જ્વાળામુખી ફાટતો રહે છે. એટલું જ નહીં, લોકો માને છે કે હિન્દી ભાષામાં વાત કરનારા પોપટ પણ અહીં છે. આ સિવાય એવું કહેવાય છે કે ઈન્ડોનેશિયાના પ્રાચીન ઈતિહાસમાં ‘સોનાના ટાપુ’ના નામથી પ્રખ્યાત આ સ્થાનને શ્રીવિજય શહેર કહેવામાં આવતું હતું. તે દિવસોમાં તે ખૂબ સમૃદ્ધ શહેર હતું. અહીં રાજાઓનું સામ્રાજ્ય હતું જેઓ મલક્કાની ખાડી પર રાજ કરતા હતા. ભારતીય ચોલ સામ્રાજ્ય સાથેના યુદ્ધમાં આ શહેર વિખેરાઈ ગયું હતું.

શું કહે છે ઈતિહાસકારો

ઈતિહાસકારોનું માનવું છે કે મુસી નદીની નીચે કોઈ સામ્રાજ્ય હોઈ શકે છે જે સોનાનું છે. તે જ સમયે, દરિયાઈ પુરાતત્વવિદ્ સીન કિંગ્સલેએ જણાવ્યું હતું કે, આજ સુધી સરકાર દ્વારા શ્રીવિજય શહેરને શોધવા માટે કોઈ ખાણકામ કરવામાં આવ્યું નથી. નદીમાંથી હજુ પણ નીકળતી તમામ જ્વેલરી અથવા કીમતી ચીજવસ્તુઓ ડાઈવર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી ખાનગી વ્યક્તિઓને વેચવામાં આવી છે. આનો અર્થ એ છે કે જૂનું શહેર આજે પણ હોઈ શકે છે પરંતુ તે શોધવાની જરૂર છે.

 65 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી