પાટીલના રેમડેસિવિરનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો, ધાનાણીએ કરી અરજી

ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માંગ

ભાજપ દ્વારા ઈન્જેક્શન વિતરણનો મુદ્દે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સીઆર પાટીલ સામે પરેશ ધાનાણીની હાઈકોર્ટમાં અરજી કરી છે. પરેશ ધાનાણીએ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા રેમડેસિવિરની અનધિકૃત ખરીદી અને ગેરકાયદે વિતરણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં PIL કરી છે. આ અંગે વકીલ આનંદ યાજ્ઞિકે ગુજરાત હાઇકોર્ટમાં PIL ફાઈલ કરી છે.

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટમાં નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રમુખ ચંદ્રકાંત આર પાટીલ સામે જાહેર હિતની 36 પાનાની અરજી કરી છે. તેમાં ગુજરાત સરકાર અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી સામે “અન-ઓથોરાઝ઼ડ ડિસ્ટીબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન”ના મુદ્દે જવાબ માંગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઈન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાતા ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માંગ કરી છે.

પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ દવા આપી શકે નહીં – ધાનાણી

વિરોધપક્ષના નેતાએ કરેલી જાહેરહિતની અરજીમાં “ફાર્મસી એક્ટ 1949″ના સેકશન 42નો ભંગ થવાની રજૂઆત હાઇકોર્ટને કરવામાં આવી છે, જેમાં રજિસ્ટર ન થયેલી હોઇ એવી વ્યક્તિ દ્વારા વિતરણનો ઉલ્લેખ છે. આમાં ફાર્માસિસ્ટ સિવાય કોઈ અન્ય કોઇ વ્યકિત મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા લખી આપવામાં આવેલા પ્રિસ્ક્રિપ્શન વગર કોઇ દવા આપી શકે નહીં. કાયદાની આ કલમનું ઉલ્લંધન થઇ રહ્યું છે. આ ઉપરાંત ફાર્મસી એકટ 1948ને ટાંકીને એવી રજૂઆત કરાઇ છે કે આ કલમનું ઉલ્લંઘન કરનારને છ મહિનાની કેદની સજાની જોગવાઈ છે.

 22 ,  1