પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્રારા પાણીની ગટર લાઈન ઉચી રખાતા મુદ્દો ટોપએન્ડ ટાઉન બન્યો

મુળ કોન્ટ્રાક્ટરે કામ ના કરી પેટા કોન્ટ્રાક્ટરને કામ આપ્યુ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કબીર ભુવન પાસે ચાલી રહેલ કેનાલનું કામ ઉંચુ જતા હાલતો આ મુદ્દો ટોપ એન્ડ ટાઉન બન્યો છે અને આ કામને લઈને પ્રાંતિજમા વિવિધ ચર્ચાઓએ જોર પકડયુ છે.

પ્રાંતિજ રેલ્વેસ્ટેશન રોડ ઉપર આવેલ કબીર ભુવન પાસે પ્રાંતિજ નગરપાલિકા દ્રારા ચાલી રહેલ યુડીપી-૮૮ માંથી ૧૫ લાખના ખર્ચે તૈયાર કરવામા આવેલ કેનાલ બાજુના રોડ લેવલ કરતા ઉંચી બનતા હાલતો લોકોમા હાસ્ય સાથે અનેક ચર્ચાઓએ જોર પકડયુ છે અને રોડ લેવલ કરતા ઉંચી જતા લોકો આ કામને લઈને આવતા-જતા લોકોમા આ કેનાલ ચર્ચામા રહી છે તો અગાઉ પણ આજ કેનાલનું કામ થયેલ છે અને તે કામ રોડની બરોબર છે અને ભવિષ્યમા કે અત્યારે ટ્રાફિક કે રોડને લઈને કોઇ સમસ્યાઓ સર્જાય તેમ નથી અને કેનાલ ઉપર બનેલ રોડ ને લઈ ને હાલપણ ત્યાંથી નાના મોટા વાહનો પ્રસાર થાય છે ત્યારે આ પાછળથી બની રહેલ કેનાલ ઉંચી રાખવા પાછળ શુ કારણ હશે કે અહી કોન્ટ્રાક્ટરને વધુ ખોદકામના કરવુ પડે કે પછી સીધે સીધી પાઇપ મુકીને કેનાલ ઝડપી તૈયાર કરવાની હશે કે પછી મુળ કોન્ટ્રાક્ટર કામ લઈને પેટા કોન્ટ્રાક્ટરને અપાતા આ કામમા લેવડદેવડને લઈને આની કસર ત્યા કઢાઈ હોય તેવુ ચર્ચાઓએ પણ જોર પકડયુ છે.

બીજીતરફ કેનાલનુ કામ રોડથી ઉચ્ચુ જતા લાખ્ખો રૂપિયાના ખર્ચે તૈયાર થનાર કેનાલ માત્ર ગદુ પાણી અને વરસાદી પાણી સિવાય તેની ઉપર કોઇ ઉપયોગ થઈ શકે તેમ નથી જો લેવલ મુજબ કામ થયુ હોત તો આ જગ્યા ઉપર વળાંક આવેલ છે અને વળાંક ને લઈને જગ્યા સોટ હોવાથી અવરનવર અહી અકસ્માત સર્જાય છે પણ જો લેવલ મુજબ કામ થયુ હોતતો નાના વાહનનો આગળની જેમ કેનાલ ઉપરથી પ્રસાર થાય છે તેમ આ કેનાલ ઉપરથી પ્રસાર થઈ શકત અને રોડની સાઇડમા થઈને પણ નાના વાહનો આરામથી અવરનવર થઈ શકોત પણ આ કામ રોડના લેવલથી ખાસુ ઉંચુ લેવામા આવતા હાલ તો આ તોતિંગ કેનાલ ના કામ ઉપર પણ સવાલો ઉઠયા છે અને વિવિધ ચર્ચાઓએ જોર પકડયુ છે.

નગરપાલિકા ના એન્જીનીયર મેધનાબેન ને પુછતા તેવોએ જણાવ્યુ કે બાજુમા આવેલ રોડ નુ લેવલ નથી અને અમે ભવિષ્ય ની ચિંન્તા કરી ને રોડ ને લઈ ને આ કામ કરવામા આવ્યુ છે અને ઉપર થી આવેલ ટીમ પણ આ કામ ચેક કરી ને ગઇ છે એટલે બરાબર છે.

આ કામ માટે મુળ મોહનરામ જોગારામ ને કામ આપવામા આવ્યુ હતુ પણ તેવોએ પેટા કોન્ટ્રાક્ટર રમેશભાઇ વણકર ને કામ કરવામા આપ્યુ છે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી