હિન્દુસ્તાન મેં ઘૂસને કી સજા- હવે તો પાકિસ્તાના ટુકડા કરવા જ પડે….!! હર..હર..

ભારતે હવે તો પાકિસ્તાનના 1971ની જેમ વધુ ટુકડા કરીને જ જંપવુ પડશે….

અબ આયા ઉંટ પહાડ કે નીચે….લોહા ગરમ હૈ….હથોડા મારના તો બનતા હી હૈ…

ચોરની સજા એ છે કે હિન્દુસ્તાન કો ઘૂસ કે મારને કી સજા ઉસકે ટુકડે ટુકડે કરના હૈ….!!

(નેટ ડાકિયા ખાસ અહેવાલ)

14 ફેબ્રુઆરી, 2019ના દિવસે પુલવામામાં આપણાં જવાનોના કાફલા પર આતંકી હુમલો થયો જેમાં આપણાં 40 જવાનો માર્યા ગયા હતા. હુમલાના 609 દિવસ પછી પાકિતાને પોતાની સંસદમાં કબૂલ કર્યું- , હાં, અમે જ પુલવામામાં હુમલો કરાવ્યો હતો, હમને હિન્દુસ્તાન કો ઘૂસ કે મારા..એમ પાકિસ્તાનના મંત્રી ફવાદ બોલ્યા.

ભારતમાં પાક. દ્વારા અત્યાર સુધીમાં કેટલાય હુમલાઓ કરવામાં આવ્યાં, કાશ્મીરમાં રોજ આતંકી હુમલાઓ પાછળ નાપાક પાકનો હાથ છે. પરંતુ પાકિસ્તાન દ્વારા ક્યારેય જાહેરમાં તેની કબૂલાત કરવામાં આવી નથી. ભારતના આરોપોનો સતત ઇન્કાર કરનાર પાકિસ્તાને પુલવામા હુમલાની કબૂલાત કરી લીધી છે ત્યારે ભારતે હવે તો પાકિસ્તાનના 1971ની જેમ વધુ ટુકડા કરીને જ જંપવુ પડશે….આવી તક જતી ના કરાય…અબ આયા ઉંટ પહાડ કે નીચે….લોહા ગરમ હૈ….હથોડા મારના તો બનતા હી હૈ…

ભારતે પાકિસ્તાનને પુલવામાના બદલારૂપે તેની પાસેથી આપણું પોતાનું અડધુ કાશ્મીર કોઇપણ ભોગે આરપારની લડાઇ લડવી પડે તો પણ લડીને લઇ લેવુ પડે. હવે પાકિસ્તાને ન છોડાય, હવે પાકિસ્તાન પર માનવતાના નામે કોઇ દયા રખાય જ નહીં. અને શા માટે દયા…? પાકિસ્તાન આપણાં 40 જવાનોને મારી નાંખવાની તેની સંસદમાં કબૂલાત કરે તે પછી ભારતની તમામ તોપોના નાળચા ચીન ઉપરાંત પાક.ની સામે કરવા જ પડશે.

પુલવામા હુમલા બાદ તે વખતે ભારતે કહ્યું- કે મારી વાત માનો, આ હુમલો પાકિસ્તાને જ કરાવ્યો…પરંતુ વિરોધપક્ષો માનવા તૈયાર જ નહોતા. હવે જ્યારે હુમલાખોર પોતાના ગુનાની કબૂલાત પોતના દેશની સંસદમાં કરે છે ત્યારે વિરોધપક્ષોએ ભલે ભારત ઉપર વિશ્વાસ ના હોય, પાકિસ્તાન ઉપર તો વિશ્વાસ કરવો જોઇએ….! ચોર પોતાની ચોરી કબૂલ કરે ત્યારે તેને સજા તો મળવી જ જોઇએ. અને ચોરની સજા એ છે કે હિન્દુસ્તાન કો ઘૂસ કે મારને કી સજા ઉસકે ટુકડે ટુકડે કરના હૈ….!!

1971માં ભારતે પાકિસ્તાનના ટુકડા કર્યા. જેના ઘા હજુ પણ પાકિસ્તાનના દિલ પર તાજાને તાજા જ છે. જો પુલવામાનો બદલો લઇને પાકિસ્તાનના વધુ ટુકડા કરવામાં આવશે તો જ ભવિષ્યમાં પુલવામાનું પુનરાવર્તન અટકશે. સવાલ ના બને એવું તો બને જ નહીં….તો સવાલ ક્યા હૈ…? સવાલ તો ઘણાં પણ જવાબ…..?!

સવાલ એક બાજુએ મૂકીને ભારતે પુલવામાનો જે બદલો લીધો અને પાયલટ અભિનંદનને વંદન કરવામાં આવ્યાં, તેનાથી આગળ વધીને ચોરને તેની સજારૂપે રાફેલ વિમાનો લાહોર-કરાચી ઉપર ઉડાડીને આપણે જે મિસાઇલો બનાવી છે તે તેને અર્પણ કરવી જોઇએ….લે લેતો જા….

ભાઇશાબ,,જો કબૂલાત પછી પણ ચોરને છોડી દેવામાં આવશે તો ફરી પુલવામા થઇ શકે. અને આપણાં જવાનો કાંઇ પુલવામા જેવી ઘટનામાં ફરી ફરીને શહિદ થવા માટે તો નથી. ભારતે પાકિસ્તાનના 300 આતંકીઓને માર્યા, સારૂ કર્યું. પણ જેમ આપણાં 40 જવાનોને માર્યા તેમ પાકિસ્તાનના 800 સૈનિકોનો સફાયો કરવામાં આવે તો જ પુલવામાના શહિદ જવાનોને એમ લાગશે કે હાં, હવે બરાબર છે.

ટીવી મિડિયા હો જાઓ તૈયાર- ઐસા ભી બ્રેકિંગ આયેગાઃ

ભારત કે પ્રધાનમંત્રી કે નેતૃત્વ મેં હમારે દેશ કે જવાનો ને ઇસ્લામાબાદ મેં ઘૂસ કર પુલવામા કા ઐસા બદલા લિયા કી આજ કે બાદ પાકિસ્તાન હિન્દુસ્તાન મેં ઘૂસને કી હિંમત ભી નહીં કર પાયેંગા….

જય જવાન…. જય કિસાન…? ના..ના..ના..નહીં અભી સિર્ફ જય જવાન..રાખો.કેમ કે કિસાન તો અભી રેલ કી પટરી પર આંદોલન મેં વ્યસ્ત હૈ…!! ઇસ લિયે-જય જવાન….!!

-દિનેશ રાજપૂત

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર