કચ્છ : કાતિલ પિતાએ ત્રણ માસૂમ દીકરીઓએ રહેંશી નાખી, પત્નીને આપ્યું ઝેર

માંડવીના જખણીયા ગામમાં એક સાથે 4 હત્યા, ત્રણ દીકરીઓ અને પત્નીને મોતને ઘાટ ઉતારી હત્યારો પતિ ફરાર

કચ્છમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યાની ઘટના સામે આવી છે. હત્યા કોઇ બીજાએ નહીં પરંતું પરિવારના મોભીએ જ કરી હોવાનું સામે આવતા ચરચાર મચી ગઇ છે. ઘટના માંડવીના જખણીયા ગામમાંની છે, જ્યાં કાતિલ બાપે તિક્ષ્ણ હથિયારથી પોતાની ત્રણ માસૂમ દીકરીઓને મોતને ઘાટ ઉતારી, પત્નીને ઝેર આપી ફરાર થઇ ગયો છે. ઘટના બાદ વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બાળકો અને પત્નીની ઘાતકી હત્યા કરી હત્યારો પતિ હાલ તો ફરાર થઈ ગયો છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ અંગેની મળતી વિગતો પ્રમાણે, માંડવી તાલુકાના જખણીયા ગામે આરોપી જખુભાઈ ઉર્ફે શીવજી પાચાણે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ત્રણેય સંતાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યારે પત્નીને ઝેર આપી દીધું હતું. પરિવારના ચારેય સભ્યોની હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, હત્યા કેમ કરવામાં આવી તે હજુ જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી હત્યાનું કારણ જાણવા મળી શકે છે.

મળતી માહિતી પ્રમાણે પિતાએ ત્રણ દીકરીઓ ધુપ્તી(ઉ.વ.10), કીંજલ (ઉં.વ.5) અને ધર્મિષ્ટા (ઉં.વ. 2)ની ઘાતકી હત્યા કર્યા બાદ, પત્ની ભાવનાબેનને ઝેર આપ્યું હતું. ખૂની ખેલ ખેલ્યા બાદ આરોપી જંગલ વિસ્તારમાં ફરાર થઈ ગયો હતો.

ગામ લોકોના જણાવ્યા મુજબ, આરોપી જખુની આર્થિક પરિસ્થિતિ ખૂજ નબળી હતી. મજૂરી કરીને પરિવારનું પેટીયું રળતો હતો. સાથે બે દીકરીઓ ગંભીર બિમારીથી પિડાઇ રહી હતી. જેની અમદાવાદમાં સારવાર ચાલી રહી હતી. આર્થિક રીતે નબળો તેમજ માનસિક તાણમાં આ પગલું ભર્યું હોવાનું ગામજનો જણાવી રહ્યા છે. એક સાથે માસૂમ દીકરીઓ સહિત પત્નીની હત્યાની ઘટનાથી લોકોનું કાળજું કંપાવી દીધું છે.

હાલ તો હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી, તો બીજી તરફ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સઘન સપાસ હાથ ધરી રહ્યા છે.

 82 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર