પતંગ કપાઇ ગયો છે, તુ પકડી લઇ આવ – યુવકે ઇનકાર કરતા ફટકાર્યો

શાહીબાગ પોલીસે ત્રણ સામે ફરિયાદ નોંધી તપાસ આદરી

પતંગ કપાઇ ગયો છે તુ પકડી લઇ આવ તેવું યુવકોએ રસ્તે ચાલતા યુવકને કહ્યું હતું. જો કે, યુવકે હું પતંગ પકડવાવાળો નથી. તેમ કહેતા યુવકો ઉશ્કેરાયા હતા. ત્યારબાદ લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં યુવક અને તેના પરિવારના સભ્યોને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે યુવકે ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના શાહિબાગ વિસ્તારમાં અજય પટણી પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. ગઇકાલે અજય બપોરે પોતાના ઘરેથી ચાલતો ચાલતે બાલાભારતિ સ્કૂલ પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે ચેતન પટણી અને તેનો ભાઇ કરણ મળ્યા હતા. બન્નેએ અજયને કહ્યું હતું કે, અમારો પતંગ કપાઇ ગયો છું તુ દોડીને લઇ આવ. જેથી અજયે જણાવ્યું હતું કે, પતંગ પકડવાનું કામ મારું નથી. આટલું બોલ્યા બાદ બન્ને ભાઇઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. ગાળો બોલવાની ના પાડતા બન્ને ભાઇઓ તેને માર મારવા લાગ્યા હતા. આ સમયે બુમાબુમ થતા અજયના કાકા સહિતના લોકો ત્યા આવી પહોંચ્યા હતા. 

આ સમયે પણ ઝઘડો થતા ચેતન લોખંડની પાઇલ પઇ આવ્યો હતો અને તેની સાથે અશ્વિન ઉર્ફે ચીંટુ પટણી પણ પાઇપ લઇ આવ્યો હતો. તેણે અજયના સગા પર હુમલો કર્યો હતો. આ સમયે બીજા લોકો એકત્ર થતા તેમને છોડાવ્યા હતા. બીજી તરફ હુમલો કરી ત્રણે લોકો ત્યાંથી પલાયન થઇ ગયા હતા.

આ ઘટનામાં અજયના કાકા સહિતના લોકોને ફેક્ચર થયું હતું. જેથી આ મામલે અજયે ચેતન, કરણ અને અશ્વિન સામે ફરિયાદ નોંધાવતા શાહિબાગ પોલીસે તપાસ શરૂ કરી છે.

 7 ,  1