વહેલી સવારે ધણધણી ઉઠી સૌરાષ્ટ્રની ધરા : ગોંડલ અને વિરપુરમાં ભૂકંપના આંચકા

ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ..

રાજકોટમાં ગોંડલમાં વહેલી સવારે 6 વાગ્યેને 53 મીનિટે ભૂકંપનો આચંકો અનુભવાયો છે. આ આચંકની તીવ્રતા 3.4 રિક્ટર સ્કેલ નોંધાઈ છે. ભૂકંપના કેન્દ્રબિન્દુ અંગે કોઈ માહિતી મળી નથી.

ગુજરાતનાં સૌરાષ્ટ્રની ધરા બુધવારે વહેલી સવારે ધણધણી ઉઠી હતી. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોનાં મનમાં ભય જોવા મળ્યો હતો. ગોંડલ અને તેની આસપાસના વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો. 

નોંધનીય છે કે સવારે 6:53 આ આંચકા અનુભવાયા હતા જેમા ખાસ કરીને ગોંડલ અને વિરપુરમાં આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.4 નોંધાઈ છે જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 22 કિમી દૂર હતું. 

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી