September 20, 2021
September 20, 2021

સાણંદમાં સૌથી મોટું કોલ સેન્ટર ઝડપાયું, વિદેશી નાગરીકો પાસેથી પડાવતા હતા પૈસા

અમદાવાદ ગ્રામ LCBએ કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ

અમદાવાદ ગ્રામ વિસ્તાર સાણંદમાં ગઇકાલે બપોરે વિદેશી નાગરીકો પાસેથી પૈસા પડાવતું મોટું કોલસેન્ટર પકડાયું છે. અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બીએ 22 લાખ મુદ્દામાલ સાથે 19 આરોપીઓની ધરપકડ કરી છે.

અમેરિકાના નાગરિકોને લોન અપાવાના બહાને ઠગીને પૈસા પડાવતુ બોગસ કોલ સેન્ટર સાણંદના વાસણા ગામ પાસેથી ઝડપાયુ છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે સાણંદના ઇયાવા પાસેના નટરાજ એસ્ટટમાં આવેલ ગોડાઉનમાં રેડ કરી 19 યુવકોની ધરપકડ કરી છે. આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે તેઓ અમેરિકાના નાગરિકો જેઓએ લોન લીધી હોય અને હપ્તા ન ભર્યા હોય તેવા લોકોને બેન્ક એકાઉન્ટ બંધ કરી દેવાની અને પોલીસ કેસ કરવાની ધમકીઓ આપીને પૈસા પડાવતા હતા અથવા લોન આપવાના બહાને અમેરિકન નાગરિકો પૈસા પડાવતા હતાં.

અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી તપાસ કરતા બોગસ કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય આરોપી ભાવેશ ઠક્કર અને વિક્કી પ્રજાપતિ હોવાનું સામે આવ્યુ છે. આ બન્ને આરોપીઓ પોલીસથી બચવા એક ગામડા બંધ ગોડાઉનમાં છેલ્લાં એક મહિનાથી 20 સિટીગ વાળું બોગસ કોલ સેન્ટર ભાગીદારી શરૂ કર્યું હતુ..આરોપીઓ આ કોલ સેન્ટર ચલાવવા માટે દિલ્હી ખાતે ટ્રેનિંગ લેવા ગયા હોવાનું સામે આવ્યુ છે. બોગસ કોલ સેન્ટરમાં કામ કરતા 17 જેટલા યુવકો અમદાવાદના રહેવાસી છે, જે દરરોજ અમદાવાદથી અપડાઉન કરતા હોવાનું સામે આવ્યુ છે, જેમને 15 થી 20 હજાર પગાર આપતાં હતાં.

પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, 19 લેપટોપ, 9 વાહન સહિત 22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ કેટલા અમેરિકન નાગરિકો સાથે કેટલા રૂપિયાની ઠગાઈ કરી છે, લીડ ક્યાંથી મેળવતા હતાં, રૂપિયા કેવી રીતે ટ્રાન્સફર કરતા હતા તે તમામ બાબતોને લઈને તપાસ શરૂ કરી છે.

 63 ,  1