અયોધ્યા પર આજે સુપ્રીમ કોર્ટમાં છેલ્લી દલીલ?…તો એક દિવસ પહેલાં જ પૂરી થઇ જશે સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણી આજે પૂરી થઇ શકે છે. મંગળવારના રોજ 39મા દિવસે સુનવણી થઇ તો રામલલા વિરાજમાનના વકીલ સી.એસ.વૈદ્યનાથને કહ્યુ કે તેમને દલીલી પૂરી કરવા માટે બુધવારના રોજ એક કલાક જોઇએ. તેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે બુધવારના રોજ 40મો દિવસ છે અને આ તમારા લોકોની દલીલોનો છેલ્લો દિવસ છે. તમે અમને લેખિત દલીલો આપી રાખી છે. જ્યારે વૈદ્યનાથને કહ્યું કે મુદ્દો ગંભીર છે અને તમારે સાંભળવો જોઇએ તો ચીફ જસ્ટિસે નારાજગી વ્યકત કરતાં કહ્યું કે આ રીતે તો પછી દિવાળી સુધી સુનાવણી ચાલતી રહેશે.

બુધવારના રોજ બંને પક્ષકારો માટે ટાઇમ સ્લોટ મંગળવારના રોજ નક્કી કરી દેવાયો. જો આજે સુનાવણી પૂરી થઇ જાય છે તો સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી તારીખના એક દિવસ પહેલાં પૂરી થશે. સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી પૂરી કરવા માટે 17મી ઑક્ટોબરના રોજ શિડ્યુલ નક્કી કર્યો છે. આજે બંને પક્ષકારોની દલીલ બાદ મોલ્ડિંગ ઓફ રિલીફ પર દલીલ રજૂ કરાશે અને ત્યારબાદ ચુકાદો સુરક્ષિત કરી લેવાશે.

 14 ,  1