દેશનો કાયદો બધા માટે સરખો, ટ્વિટરે નિયમ માનવા જ પડશે: નવા IT મંત્રી

અશ્વીની વૈષ્ણવે હોદ્દો સંભાળતા જ ટ્વિટરને આપ્યો કડક સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રિય કેબિનેટના વિસ્તણ બાદ નવા મંત્રીઓ પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. આ સ્થિતિ વચ્ચે નવા આઈટી મંત્રી અશ્વીની વૈષ્ણવે હોદ્દો સંભાળતા જ ટ્વિટરને કડક સંદેશ આપતા કહ્યું કે, દેશનો કાયદો બધા માટે સરખો, ટ્વિટરે નિયમ માનવો જ પડશે. ટ્વિટરના સરકાર સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે નવા આઈટી મંત્રીની આ તાકીદથી સ્પસ્ટ બન્યું છે કે સરકાર ટ્વિટરને નવા નિયમોનું પાલન કરાવવા માંગે છે.

નોંધનીય છે કે, અશ્વિની વૈષ્ણવ રવિશંકર પ્રસાદને બદલે આઈટી મંત્રી બન્યા છે. પ્રસાદ છેલ્લા થોડા સમયથી ટ્વિટર સાથે શાબ્દિક વિવાદમાં ઉતર્યાં હતા. હકીકતમાં કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા માટે નવા આઈટી નિયમો લાગુ પાડ્યાં છે.

નવા નિયમોમાં એવી જોગવાઈ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થર્ડ પાર્ટી કન્ટેન્ટ માટે જવાબદાર હશે. તેનાથી ટ્વિટર હવે કન્ટેન્ટ માટે જવાબદાર રહેશે. જોકે ટ્વિટર પર આરોપ છે કે તેણે નવા નિયમો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.

ITના નિયમો લાગુ પડયા બાદ પણ હવે ફરિયાદ દાખલ કરનાર અધિકારીની નિયુક્તિ ના કરવા પર અમિત આચાર્યએ ટ્વિટર વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે ટ્વિટર દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે? ત્યારે કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું જે ટ્વિટર દ્વારા નિયમ પાલન કરવામાં નથી આવ્યા, સાથે જ ટ્વિટરના વકીલ દ્વારા પણ એ જ વાત કહેવામાં આવી કે અમે લોકોએ ITના નિયમોનું પાલન નથી કર્યું.

 17 ,  1