મહારાષ્ટ્ર સરકાર લદાખમાં રિસોર્ટનું નિર્માણ કરશે

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાતા જ કેટલીક રાજ્ય સરકારો અને કંપનીઓએ ત્યાં વ્યવસાયિક હેતુથી કોઈ યોજના શરૂ કરવાની ઈચ્છા જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. મહારાષ્ટ્રના પ્રવાસન મંત્રી જયકુમાર રાવલે કહ્યું છે કે, અમે લદાખમાં રિસોર્ટ બનાવવા ઈચ્છીએ છીએ.. કારણ કે, ત્યાં માર્ગ મોકળો થઈ ગયો છે. આ માટે અમે ત્યાં જમીન ખરીદીશું. આ મુદ્દે અમે ટૂંક જ સમયમાં નિર્ણય લઈશું. એટલું જ નહીં, એશિયાની સૌથી મોટી હેલમેટ કંપની સ્ટીલબર્ડ હાઈટેકે પણ કાશ્મીરમાં ફેક્ટરી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી