લખીમપુર કાંડમાં આખરે મુખ્ય આરોપી મંત્રી પુત્ર પોલીસ સમક્ષ હાજર

પોલીસે હાજર થવા મોકલ્યું હતું સમન્સ , છેવટે શરણાગતિ…

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રા લખીમપુર ખેરી હિંસાના મુખ્ય આરોપી છે. આશિષ મિશ્રાને પોલીસે સમન્સ પાઠવ્યું છે, છતાં તે તપાસ ટીમ સમક્ષ હાજર થયો ન હતો. આશિષ નેપાળ ભાગી ગયો હોવાની ચર્ચા વચ્ચે અજય મિશ્રાએ એક દિવસ પહેલા સ્પષ્ટતા કરી હતી કે આશિષ ક્યાંય ગયો નથી. આ બધાની વચ્ચે આશિષ મિશ્રાને આજે સવારે 11 વાગ્યા સુધીમાં ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈ ગયો છે.

અજય મિશ્રાએ કહ્યું હતું કે મારો દીકરો ક્યાંય ભાગ્યો નથી. તે નિર્દોષ છે, આજે તેની તબિયત સારી નહોતી, આજે તે પુરાવા સાથે તપાસ એજન્સી સમક્ષ હાજર થશે. તપાસ થવા દો, સત્ય બધાની સામે આવશે. આ સિવાય રાજીનામાની માગ અંગે અજય મિશ્રાએ કહ્યું હતું કે વિપક્ષનું કામ રાજીનામાની માગ કરવાનું છે.

તેમણે કહ્યું હતું કે મારો પુત્ર એ ઘટનામાં સામેલ નથી. કોઈપણ વીડિયોમાં તેનો ઉલ્લેખ નથી. તે માત્ર સંચાલન કરતો હતો. ખેડૂતોના વેશમાં બદમાશો લોકોને માર મારતા હતા, જો મારો પુત્ર સ્થળ પર હોત તો તે પણ માર્યો ગયો હોત.

 48 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી