ફરાર અમરાઇવાડી ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો

ક્રાઇમબ્રાંચે પાંચ પિસ્તલ તથા 25 કાર્ટિઝ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી

કેડિલા બ્રિજ પાસે યુવકનું અપહરણ કરી માંગ્યા હતા એક કરોડ

શહેરના ઘોડાસર ખાતે રહેતા યુવકનું બે મહિના પહેલા કેડિલા બ્રિજ પાસેથી અપહરણ કરી એક કરોડની ખંડણી માંગનાર અમરાઇવાડીની કુખ્યાત ગેંગના મુખ્ય સુત્રધાર સંજય સોમા રબારીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે. કૃખ્યાત પાસેથી પોલીસે પાંચ પિસ્તલ તથા 52 કાર્ટિઝ કબ્જે કર્યા છે. આ અગાઉ પાંચ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય સુત્રધાર ફરાર હતો. જેને શોધી કાઢવા કાર્ઇમબ્રાંચે સઘન તપાસ હાથધરી હતી. જો કે ગત રોજ ચોક્કસ બાતમીને આધારે સંજય સોમા રબારીને દબોચી લીધો હતો.

જણાવી દઇએ, અમરાઈવાડીની કુખ્યાત ગેંગના સંજય સોમા રબારી તથા તેના 10 સાગરીતોએ જશોદાનગર કેડિલા બ્રિજ પાસે 17 ફેબ્રુઆરીએ એક યુવકનું અપહરણ કર્યા બાદ અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી 1 કરોડની ખંડણી માંગી હતી. આરોપી એ ફરિયાદીની 36 તોલા સોનાની 14 લાખની સોનાની ચેઈન લૂંટી લીધી હતી. ઉપરાંત અન્ય 70 લાખ માટે ધમકી આપી હતી. જે અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોધાતા પાંચ આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય સુત્રધાર સંજય રબારી ફરાર હતો. જો કે આખરે રવિવારના રોજ ક્રાઈમબ્રાંચની ટીમે બાતમીના આધારે સંજય સોમા રબારીને ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાંચે સંજય પાસેથી 5 દેશી બનાવટી પિસ્ટોલ અને 52 જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા.

કૃખ્યાત સંજય રબારી વિરુદ્ધમાં અગાઉ હત્યાના પ્રયાસો, રાયોટીંગ, મારામારી, હત્યા, પ્રોહિબિશન, હથિયારધારા, ધાકધમકી, ખંડણી સહીત અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાવી ચૂક્યા છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 60 ,  1