મજાક કરવાનું ના કહેતા શખ્સ ઉશ્કેરાઇ ગયો, યુવકને ચાકુના બે ઘા માર્યા

ગોમતીપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ તજવીજ હાથ ધરી

શહેરના ગોમતીપુર વિસ્તારમાં ચાકુ વડે હુમલાની ઘટના સામે આવી છે. યુવકે મજાક કરવાનું ના કહેતા શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો. અને મારા મારી કરી ચાકુના ઘા માર્યા હતા. આ મામલે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, ગોમતીપુર વિસ્તારમાં કોઠાવાળી ચાલીમાં રહેતો યુવક ગત રોજ રાતે સુખરામનગર ચાર રસ્તા પાસે આવેલ હનુમાન દાદાના મંદિર આગળ ઉભો હતો. તે દરમ્યાન તે દરમિયાન લાલાભાઇ નામના શખ્સે યુવક સાથે મજાક કરી હતી. યુવકે મજાક નહીં કરવાનું કહેતા લાલાભાઇ ઉશ્કેરાઇ ગયા હતા. અને યુવક સાથે માર મારી કરવા લાગ્યો હતો.

હું મજાક કરીશ તારાથી જે થાય તે કરી લે તેમ કહી લાલાભાઇએ યુવક સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. જો કે ગાળો બાલવાનું ના કહેવા લાલાભાઇ વધુ ઉશ્કેરાઇ ગયા હતા. અને મોટરસાઇકલની ચાવીમાં લગાવેલ ચાકુ લઇ આવી એક ઘા યુવકના ડાબા હાથના ખભા પર મારી દીધું હતું. જ્યારે બીજો ઘા કમરના ભાગે મારવા જતા યુવક ખસી ગયો હતો. જો કે ચાકુ પેટના ભાગે વાગી ગયું હતું. આ દરમિયાન લોહીલુહાણ હાલતમાં યુવકે બુમાબુમ કરતા આજુબાજુના લોકો આવી પહોંચ્યા હતા. અને માર મારતા યુવકને છોડાવ્યો હતો. તો બીજી તરફ લાલાભાઇ ત્યાંથી ભાગી ગયો હતો.

આ મામલે યુવકે ગોમતીપુર પોલીસ મથકમાં આરોપી લાલાભાઇ સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

 65 ,  3