UPA સરકાર મોદી સામે બદલાની ભાવનાથી કામ કરતી હતી : શરદ પવાર
NCPના સુપ્રીમો શરદ પવારે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા રાષ્ટ્રીય રાજનીતિમાં એક મોટો વળાંક જોવા મળી રહ્યો છે. શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કહ્યું કે, તેઓ પ્રધાનમંત્રી મોદીની આગવી કાર્યશૈલીથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું છે કે, પીએમ મોદી હંમેશા પોતાના સહયોગીને લઇને ચાલે છે. મોદી જેવી કાર્યશૈલી અગાઉના પ્રધાનમંત્રીઓમાં જોવા નહોતી મળતી. નરેન્દ્ર મોદીની પ્રશાસન પર સારી પકડ છે અને મોદીનો મજબૂત પક્ષ છે. પ્રધાનમંત્રી એક વખત કાર્ય શરૂ કરે તા કાર્ય પૂર્ણ કરે ત્યાં સુધી તને પૂર્ણ સમય આપે છે.
UPA સરકારમાં મોટાભાગના મંત્રીઓ મોદીની વિરુદ્ધ હતા અને તે સમયે ગુજરાત સરકાર સામે કડક કાર્યવાહીની હિમાયત કરી હતી. એક કાર્યક્રમ દરમિયાન, પવારે સ્પષ્ટ કર્યું કે કેવી રીતે તેમણે વડા પ્રધાન મનમોહન સિંહે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની વિરુદ્ધ બદલાની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે મારા સિવાય યુપીએ સરકારમાં અન્ય કોઈ મંત્રી નથી જે મોદી સાથે વાત કરી શકે કારણ કે તેઓ મનમોહન સિંહ સરકાર પર સતત પ્રહારો કરતા હતા.ઉલ્લેખનીય છે કે, 2004થી 2014 સુધી શરદ પવાર યુપીએ સરકારમાં કૃષિ મંત્રી હતા.
મેં કોંગ્રેસ છોડી છે, ગાંધી અને નેહરુની વિચારધારા છોડી નથી
સાથે જ શરદ પવારે એમ પણ કહ્યું છે કે તેમણે મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નેહરુની વિચારધારા નહીં પણ કોંગ્રેસ છોડી છે. પવારે કહ્યું કે તેમણે કોંગ્રેસ છોડી દીધી છે પરંતુ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુની વિચારધારા ક્યારેય છોડી નથી. પોતાની સાથે જોડાયેલી એક ઘટનાને સંભળાવતા તેમણે કહ્યું કે તેઓ 1991માં ક્યારેય મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે આવવા માંગતા ન હતા પરંતુ તેમણે પડકાર સ્વીકાર્યો અને મહારાષ્ટ્ર પરત ફર્યા.
63 , 1