પ્રાંતિજ બજારમા ગ્રાહકોની ભીડ ઉમટી…

મંદીના માહોલમાં ગ્રાહકો દેખાતા વેપારીઓના ચહેરાં ઉપર આવ્યું સ્મિત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાલીખમ બજારોમાં આજે બપોર બાદ ધરાકી ખુલ્તા બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી હતી જેના પગલે વેપારીઓના જીવમાં જીવ આવ્યો હતો અને બજારમાં ધરાકી ખુલ્તાં જયાં જુવો ત્યાં દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવાં મળી હતી .

દિવાળીના તહેવારને આડે માત્ર થોડાક જ કલાકો બાકી છે ત્યારે બજારમાં ગ્રાહકોનો ધસારો જોવા મલ્યો હતો અને ફરસાણની દુકાનોથી માંડીને રેડીમેડ કપડાંઓ શોરૂમમાં , જવેલર્સની દુકાનો, કટલરીની દુકાનો સહિત ફટાકડાંની દુકાનોમાં ધરાકી જોવાં મળી હતી અને આખાં બજારમાં જયાં જુવો ત્યાં ગ્રાહકોની ભીડ જોવાં મળી હતી તો અચાનક મંદીનું ગ્રહણ દુર થતાં ગ્રાહકોને જોઇને વેપારીઓમાં ખુશી જોવાં જોવાં મળી હતી.

પ્રાંતિજ બજાર પણ ગ્રાહકોથી કિડીયારાની જેમ ઉભરાયું હતું અને લોકો દિવાળીની ખરીદી કરતાં નજરે પડ્યા હતાં તો બીજીબાજુ વેપારીઓ છેલ્લાં કેટલાંય દિવસથી ગ્રાહકોની રાહ જોઇને બેસી રહ્યાં હતાં અને અચાનક ગ્રાહકો ઉમટી પડતા વેપારીઓમાં જીવમાં જીવ આવ્યો હતો અને તેમના ચહેરાંઓ ઉપર સ્મિતની સાથે ખુશી જોવાં મલ્યુ હતું તો બજારમાં વિવિધ જગ્યાએ ગ્રાહકો પણ ખરીદી કરતાં જોવાં મલ્યાં હતાં.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી