બજારમાં રિટેલ રોકાણકારોનો માર્કેટ શેર વધીને 45 ટકાએ પહોંચ્યો..

ટ્રેડિંગ વોલ્યુમ 70 હજાર કરોડ હોય તો અડધું ટ્રેડિંગ રિટેલ રોકાણકારોનું…

નાણાંકીય વર્ષ 2021માં સંસ્થાગત રોકાણકારોએ પોતાની સક્રિયતા ઘટાડી છે તેવા સંજોગોમાં રિટેલ ઇન્વેસ્ટરોએ આક્રમક વલણ અખત્યાર કર્યું છે અને કોરોના મહામારીની અનિશ્ચિતતા વચ્ચે બજારમાં તેમની ભાગીદારી વધીને 45 ટકા થઇ ગઈ છે. તેનો અર્થ એમ કરી શકાય કે જો સ્ટોક એક્સચેંજ પર દૈનિક સરેરાશ ટ્રેડિંગ વોલ્યુમ 70 હજાર કરોડ રૂપિયા હોય તો તેમાં અડધું ટ્રેડિંગ રિટેલ રોકાણકારોનું છે.

નેશનલ સ્ટોક એક્સચેંજ પર ઉપલબ્ધ ડેટા અનુસાર સીધા શેરોમાં રોકાણ કરનાર રિટેલ રોકાણકારોની હિસ્સેદારીમાં છેલ્લાં 6 વર્ષ દરમિયાન મોટી વૃદ્ધિ જોવા મળી છે. ઈન્ડિવિઝ્યુલ ઇન્વેસ્ટર્સનો માર્કેટ શેર નાણાંકીય વર્ષ 2021માં 12 ટકા ઉછળીને 45 ટકા પર પહોંચી ગયો છે, તેની સાપેક્ષમાં નાણાંકીય વર્ષ 2016માં 33 ટકા હિસ્સેદારી હતી. આ ડેટા દર્શાવે છે કે વિદેશી સંસ્થાગત રોકાણકારોનો શેર ઘટ્યો છે.

ટ્રેડિંગ,ફાઇનાન્સ,આઇટી,ટેક્સટાઇલ,ફાર્મા,કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શન અને એન્જીનીયરીંગ રિટેલ રોકાણકારોનાં પસંદગીના ક્ષેત્રો છે. આ સેક્ટર્સમાં હાઈ નેટવર્થવાળા રોકાણકારોનું પણ સારું વલણ છે. બીજી તરફ પોર્ટ્સ,ઈ-કોમર્સ,કુરિયર અને વીમા ક્ષેત્રમાં તેઓનું ખુબ ઓછું રોકાણ છે, એમ બજારના જાણકારોનું માનવુ છે.

 45 ,  1