ભારતના હાથમાં આવેલી મેચ ડ્રોમાં પરિણમી

ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે બે ભારતીય બન્યા ‘વિલન’

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી કાનપુર ટેસ્ટ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયા છેલ્લી વિકેટ લેવામાં નિષ્ફળ રહી અને અંતે મેચ ડ્રો થઈ ગઈ. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 284 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ છેલ્લા બે સેશનમાં કિવી ટીમ ભારતીય સ્પિનરો સામે હાંફળા-ફાંફળા જોવા મળ્યા હતા.

નોંધનીય છે કે, પાંચમા દિવસની શરૂઆત બાદ ભારતીય ટીમના બોલરો કોઈ અજાયબી કરી શક્યા ન હતા. ટીમ ઈન્ડિયાને પહેલા સેશનમાં એક પણ વિકેટ મળી ન હતી, બીજા સેશનના પહેલા બોલ પર ઉમેશ યાદવે ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યાર બાદ રવીંદ્ર જાડેજા અને અશ્વિન સ્પીનર સામે ન્યૂઝીલેન્ડ બેટરનો ધબડકો થયો હતો. જોકે, અંતે ન્યૂઝીલેન્ડ મેચને ડ્રો કરવામાં સફળતા મેળવી હતી.

ટી બ્રેક પછી પહેલી ઓવરમાં અક્ષર પટેલે હેનરી નિકોલ્સ (1 રન)ને LBW કરી કીવી ટીમની 5મી વિકેટ લીધી હતી. જોકે નિકોલ્સે રિવ્યૂ લીધો પરંતુ મિડલ ઓફને હિટ કરતા તેને પેવેલિયન ભેગા થવું પડ્યું હતું. ત્યારપછી જાડેજાએ કેપ્ટન કેન વિલિયમ્સનને પેવેલિયન ભેગો કરી કીવી ટીમના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. ત્યારપછી ઈન્ડિયન ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટોમ બંલ્ડલને આઉટ કરી કીવી ટીમની 7મી વિકેટ પાડી હતી.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી